SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પારો ૧-૨ વિભાગ-૧, પ્રકરણ-૧, “જિન” “૨૪ તીર્થકર” તે જ ગાડુ સે સળં નાખવું , ને સળં ગાબડું તે અi નાડું | –આચારાંગ. ૩/૪/૧૨૯ જે એકને (આત્માને) જાણે છે તે સર્વ જાણે છે; જે સર્વ જાણે છે તે એકને જાણે છે. दिटुं सुयं मयं विण्णायं, जं एत्थ परिकहिज्जइ । જે દષ્ટ-દેખાયું છે, સંભળાયું છે, અનુમત થયું છે, વિજ્ઞાત થયું છે તે પ્રમાણે કહેવું જોઇએ. “જિન'-તીર્થકર' ૧. ભારતના આર્ય ધર્મની ત્રણ શાખાઓ : વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે મળીને આર્યાવર્તના પ્રાચીન ધર્મનું પૂર્ણ સ્વરૂપ બંધાય છે. પ્રાચીન આર્યાવર્તમાં એવા અદ્ભુત મહાત્માઓ થયા છે કે જેમણે પોતાનાં મન, વાણી અને કાયા તદન જીતી લીધાં હતાં. તેઓને ગુણની દૃષ્ટિથી “જિન” (જિ ધાતુ જીતવું, એ પરથી જીતનાર) અત્ (યોગ્ય) એ યથાર્થ નામ આપવામાં આવે છે, અને એમના ધર્મને ખાસ અનુસરનારા તે “જૈન” “આહંત' કહેવાય છે. એ મહાત્માઓએ પોતાના જીવનથી અને ઉપદેશથી અસંખ્ય જીવોને આ સંસારમાંથી તરાવી દીધા છે અને તેથી તેઓ “તીર્થકર' નામે પણ ઓળખાય છે. ૨. જૈનો દરેક યુગ–મહાયુગમાં ૨૪ તીર્થંકરો થએલા માને છે. વર્તમાન યુગમાં ૨૪ થએલા - તેમાં સૌથી પહેલા ઋષભદેવજી અને છેલ્લા વર્ધ્વમાન-મહાવીરસ્વામી. ઋષભદેવજી અત્યંત પ્રાચીન કાળમાં થઈ ગયા. એમને બ્રાહ્મણો પણ વિષ્ણુના ૨૪ અવતારમાંના એક માને છે; અને એમના અદ્ભુત વૈરાગ્યની અને પરમહંસવૃત્તિની બહુ પ્રશંસા કરે છે. ઋષભદેવજી પછીના બીજા વીસ તીર્થંકરો પણ ૧. “જિન” શબ્દ બુદ્ધના માટે, તેમજ વિષ્ણુના માટે પણ વપરાય છે. જુઓ. सर्वज्ञः सुगतो बुद्धो धर्मराजस्तथागतः । समन्तभद्रो भगवान्मारजिल्लोकजिञ्जिनः ॥ अमरकोशः जिनोऽर्हद् बुद्ध विष्णुषु । हेमचंद्र-अनेकार्थ संग्रहः २-३७८. વળી ‘જિન” (જૈનોના જિન) સંબંધી યોગવાસિષ્ઠમાં મુમુક્ષુ પ્રકરણમાં અહંકાર ખંડન અધ્યાયમાં ઉલ્લેખ છે કે :नाहं रामो न मे वाञ्छा न च भोगेषु मे मनः । केवलं शान्तिमिच्छामि स्वात्मनीव जिनो यथा ॥ ૨. પ્રાચીન ઋગ્વદમાં અત્ યોગ્ય, મહાન, સંમાન્ય વગેરે અર્થમાં વપરાયો છે. જુઓ. ઋગ્વદ ૨, ૩-૧; ૨૩-૩; ૭-૧૮; ૧૦-૨૨; ૨-૨; ૧૦-૯૯-૭, મૂળ, આ. શ્રી. હેમચંદ્રના અભિધાન ચિંતામણી (૧,૨૪,૨૫)માં આ અત્ શબ્દના પર્યાય નીચે પ્રમાણે આપ્યા છેઃअर्हज्जिनः पारगतस्त्रिकालवित् क्षीणाष्टकर्मा परमेष्ठ्यधीश्वरः । शंभुः स्वयंभू भगवाञ्जगत्प्रभु स्तीर्थंकरस्तीर्थकरो जिनेश्वरः॥ ૩. આ “યુગ-મહાયુગ' એ શબ્દ માટે જૈન “અવસર્પિણી’ અને ‘ઉત્સર્પિણી’ એ નામના મોટા કાલ-કાલચક્રના બે વિભાગો કહ્યા છે. અવ=નીચે સર્વ ધાતુ સરવું એ પરથી સરનાર તે અવસર્પિણી એટલે રૂપ, રસ, ગંધ આદિ વૈભવમાં ક્રમશઃ જે પડતો-ઊતરતો કાલ તે; જ્યારે રૂપ, રસ, ગંધ આદિ વૈભવમાં ઉત્ કહેતાં ઊંચો એટલે ક્રમશઃ ચઢતો કાલ તે ઉત્સર્પિણી. આ વિભાગોમાં સંખ્યા ન થઇ શકે એટલાં વર્ષો પસાર થઈ જાય છે. એ પ્રત્યેક વિભાગના છ ભાગ કર્યા છે તેને છ “આરા' કહેવામાં આવે છે. ઉત્સર્પિણીના છ આરા પૂરા થાય કે અવસર્પિણીના આરા શરૂ થાય છે. વર્તમાનમાં અવસર્પિણીનો પાંચમો આરો ચાલે છે. હિંદુઓ વર્તમાન યુગને કલિયુગ કહે છે; પ્રો. આનંદશંકર ધ્રુવ કહે છે કે “ઇતિહાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy