________________
૬૫
જૈન સંસ્કૃતિનું હૃદય પ્રવર્તક ધર્મ - બીજે વિચારક વર્ગ છવનમાં શરીર-સુખને સાધ્ય તરીકે તે માને છે, પણ એ માને છે કે વર્તમાન જન્મમાં જેવા સુખનો સંભવ છે, એવું જ સુખ પ્રાણી ભરીને પુનર્જન્મ ધારણ કરે છે ત્યારે–જન્મજન્માંતરમાં–પણ ચાલુ રહે છે અને એ રીતે શારીરિકમાનસિક સુખેના ઉત્કર્ષ-અપકર્ષની પરંપરા ચાલતી રહે છે. જેવી રીતે આ જન્મમાં એવી જ રીતે જન્માંતરમાં પણ જે આપણે સુખી થવું હોય કે વધારે સુખ મેળવવું હોય, તે એ માટે આપણે ધર્માનુષ્ઠાન પણ કરવાં પડશે. અર્થોપાર્જન વગેરે સાધન ભલે વર્તમાન જન્મમાં ઉપકારક થાય, પણ જન્માંતરના ઉચ્ચ અને ઉચ્ચતર સુખને માટે આપણે ધર્માનુષ્ઠાન અવશ્ય કરવાં જોઈશે. આવી વિચારસરણી ધરાવતા લેકે જાતજાતનાં ધર્માનુષ્ઠાન કરતાં હતાં, અને એની દ્વારા પરલોકનાં ઉચ્ચ સખો મેળવવાની શ્રદ્ધા પણ ધરાવતા હતા. આ વર્ગ આત્મવાદી અને પુનર્જન્મવાદી તે છે જ, પણ એની કલ્પના જન્મજન્માંતરમાં વધારે ને વધારે સુખ પ્રાપ્ત કરવાની તથા સુખને વધારેમાં વધારે વખત સુધી સ્થિર રાખવાની હોવાને લીધે એમનાં ધર્માનુષ્ઠાનોને પ્રવર્તક ધમ કહેવામાં આવેલ છે. પ્રવર્તક ધર્મનો ટૂંકમાં સાર એ છે કે જે અને જેવી સમાજવ્યવસ્થા હેય એને એવી નિયમબદ્ધ અને કર્તવ્યબદ્ધ બનાવવી કે જેથી સમાજનો પ્રત્યેક સભ્ય, પિતાપિતાની સ્થિતિ અને કક્ષા પ્રમાણે, સુખ મેળવે અને સાથોસાથ એવા જન્માંતરની તૈયારી કરે કે જેથી બીજા જન્મમાં પણ એ વર્તમાન જન્મ કરતાં વધારે અને સ્થાયી સુખને મેળવી શકે. પ્રવર્તક ધર્મનો ઉદ્દેશ સમાજવ્યવસ્થાની સાથોસાથ જન્માંતરને સુધારે, એ છે, નહીં કે જન્માક્તરને ઉચ્છેદ કરે. પ્રવર્તક ધર્મ પ્રમાણે કામ, અર્થ અને ધર્મ, એ ત્રણ પુરુષાર્થ છે. એમાં મેક્ષ નામક ચોથા પુરુષાર્થની કઈ કલ્પના નથી. પ્રાચીન ઈરાની આ જેઓ અવેસ્તાને ધર્મગ્રંથ તરીકે માનતા હતા, અને પ્રાચીન વૈદિક
ઉચ્ચ જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org