________________
નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા
૫૫
સ્થાપનાની શરૂઆત કરી દીધી હતી. બુદ્ધને પિતાના માર્ગમાં નવા નવા અનુયાયીઓને ભેગા કરીને જ બળ વધારવું હતું, જ્યારે મહાવીરને અનુયાયીઓ બનાવવા ઉપરાંત પાર્શ્વનાથના જૂના અનુયાયીઓને પણ પિતાના પ્રભાવમાં અને પિતાની આસપાસ જોડી રાખવાના હતા. તત્કાલીન બીજા બધા પથેનાં મંતવ્યની પૂરી પરીક્ષા કે એમનું ખંડન કર્યા વગર બુદ્ધ પિતાની સંધરચનામાં સફળ થઈ શકે એમ ન હતા, જ્યારે મહાવીરને પ્રશ્ન કંઈક જુદો હતો, કારણ કે પિતાના ચારિત્ર અને તેજોબળને લીધે પાશ્વનાથના તત્કાલીન અનુયાયીઓનાં મન જીતી લઈને મહાવીર એમને પિતાના અનુયાયી બનાવી લેતા હતા, તેથી નવા નવા અનુયાયીઓની ભરતીને સવાલ એમને માટે એટલો ઉગ્ર ન હતો, એટલે બુદ્ધને માટે. તેથી આપણે જોઈએ છીએ કે બુદ્ધને સમગ્ર ઉપદેશ બીજાઓની આલોચનાથી ભરેલું છે. નિર્ચથ પરંપરાને બુદ્ધ ઉપર પ્રભાવ
બુદ્ધ પિતાને માર્ગ શરૂ કરતાં પહેલાં એક પછી એક જે પથને ત્યાગ કર્યો, એમાં એક નિગ્રંથ પંથ પણ હતા. બુદ્ધ પિતાના જીવનનું જે વર્ણન કર્યું છે, એને વાંચવાથી અને એની જૈન આગમાં વર્ણવેલ આચારો સાથે સરખામણું કરવાથી એ નિઃસંદેહ રીતે જાણું શકાય છે કે બુધે બીજા પંથની જેમ જૈન પંથમાં પણ ઠીક ઠીક જીવન વિતાવ્યું હતું–ભલે પછી એ ટૂંકા સમય માટે પણ કેમ ન હોય. બુદ્ધની સાધનાના સમયમાં શરૂઆતનાં વર્ષોમાં મહાવીરે તે પોતાનો માર્ગ શરૂ જ નહોતે કર્યો અને એ સમયે પૂર્વ પ્રદેશમાં પાર્શ્વનાથના સિવાય બીજો કોઈ નિર્ચથ પંથ ન હતું. તેથી એ નકકી છે કે બુદ્ધ, ભલે થોડા વખત માટે પણ કેમ ન હોય, પાર્શ્વનાથના નિર્ગથ સંપ્રદાયનું જીવન વિતાવ્યું હતું. એને લીધે જ બુદ્ધ જ્યારે નિગ્રંથ સંપ્રદાયના આચાર-વિચારની સમાલોચના કરે છે ત્યારે નિગ્રંથ
૧. મઝિમનિકાય સુરક. પ્ર. કાશીત બુદ્ધચરિત (ગુજરાતી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org