________________
જૈનધર્મને પ્રાણ
સંપ્રદાયમાં પ્રતિષ્ઠિત એવા તપ ઉપર ઉગ્ર પ્રહાર કરે છે. અને તેઓ
જ્યારે નિગ્રંથ સંપ્રદાયના આચાર અને વિચારનું ખંડન કરે છે ત્યારે એનું એ સંપ્રદાયની પરિભાષામાં ઠીક ઠીક વર્ણન કરીને કરે છે, એનું કારણ પણ આ જ છે. મહાવીર અને બુદ્ધ બન્નેને ઉપદેશકાળ અમુક સમય સુધી તે જરૂર એક જ હત; એટલું જ નહીં, તેઓ એકબીજાને મળ્યા વગર પણ અમુક સ્થાનોમાં એકસાથે વિચર્યા હતા. તેથી આપણે એ પણ જોઈએ છીએ કે પિટકમાં “નાતપુર નિષia” તરીકે મહાવીરને નિર્દેશ આવે છે ચાર ચામ અને બૌદ્ધ સંપ્રદાય
બૌદ્ધ પિટકામાંના દીઘનિકાય અને સંયુત્તનિકાયમાં નિર્ચનાં મહાવ્રતની ચર્ચા આવે છે. દીઘનિકાયના સામન્નફલસુત્તમાં શ્રેણિક બિંબિસારના પુત્ર અજાતશત્રુ-કણિકે પિતાની જ્ઞાતપુત્ર મહાવીર સાથે થયેલી મુલાકાતનું વર્ણન બુદ્ધની સમક્ષ કર્યું છે, જેમાં જ્ઞાતપુત્ર મહાવીરના મુખે એમ કહેવરાવ્યું છે કે નિગ્રંથ ચતુર્યામસંવરથી સંયત હોય છે; આવો નિગ્રંથ જ યતાત્મા અને સ્થિતાત્મા હોય છે. આ જ રીતે સંયુત્તનિકાયના દેવદત્તસંયુત્તમાં નિંક નામે વ્યક્તિ જ્ઞાતપુત્ર મહાવીરને ધ્યાનમાં રાખીને બુદ્ધને કહે છે કે એ જ્ઞાતપુત્ર મહાવીર દયાળુ, કુશળ અને ચતુર્યામ યુક્ત છે. આ બૌદ્ધ ઉલ્લેખને આધારે આપણે એટલું જાણું શકીએ છીએ કે ખુદ બુદ્ધના સમયમાં અને એ પછી પણ (બૌદ્ધ પિટકેએ અંતિમ સ્વરૂપ ધારણ કર્યું ત્યાં સુધી પણ) બૌદ્ધ પરંપરા મહાવીરને અને એમના અન્ય નિગ્રંથને ચતુર્યામ યુક્ત સમજતા હતા. યામનો અર્થ છે મહાવ્રત, જેને યોગશાસ્ત્ર (૨-૩૦) માં જણાવ્યા મુજબ “યમ” પણ કહે છે. મહાવીરની નિગ્રંથ પરંપરા અત્યાર લગી પંચમહાવ્રતધારી છે, અને પંચમહાવ્રતી તરીકે જ શાસ્ત્રમાં તથા વ્યવહારમાં પ્રસિદ્ધ છે. આવી
૧. દીઘનિકાય સુ૨. ૨. દીઘનિકાય સુ. ૨. સંયુત્તનિકાય છે. ૧, પૃ. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org