________________
જૈનધર્મને પ્રાણ
૪૫
કર્મનો સંબંધ ક્યારે અને શા માટે થયેલ, અથવા એવો સંબંધ કેણે કર્યો? એ જ રીતે એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે સ્વભાવથી શુદ્ધ એવા આત્મતત્વની સાથે જે કોઈ ને કઈ રીતે કર્મનો સંબંધ થયેલ. માનવામાં આવે તે ચારિત્ર દ્વારા મુક્તિ પ્રાપ્ત થયા પછી પણ ફરી કર્મનો સંબંધ કેમ નહીં થાય ? આ બે પ્રશ્નોને જવાબ બધાય આધ્યાત્મિક ચિંતકોએ લગભગ એકસરખે જ આપ્યો છે. સાંખ્ય યોગ હેય કે વેદાંત, ન્યાય-વૈશેષિક હોય કે બૌદ્ધ, એ બધાંય દર્શનની જેમ, જૈન દર્શનનું પણ એ જ મંતવ્ય છે કે કર્મ અને આત્માને સંબંધ અનાદિ છે, કારણ કે એ સંબંધની પહેલી ક્ષણ જ્ઞાનની સીમાની સર્વથા. બહાર છે. બધાએ એમ માન્યું છે કે આત્માની સાથે કર્મ, અવિદ્યા. કે માયાનો સંબંધ પ્રવાહરૂપે અનાદિ છે, આમ છતાં વ્યક્તિરૂપે એ સંબંધ સાદિ છે, કારણ કે આપણું સૌને એવો અનુભવ છે કે અજ્ઞાન અને રાગ-દ્વેષથી જ જીવમાં કર્મવાસનાની ઉત્પત્તિ થતી રહે છે. કમ સર્વથા છૂટી ગયા પછી આત્માનું જે પૂર્ણ શુદ્ધ રૂપે પ્રગટ થાય છે, એમાં ફરી કમ કે વાસના ઉત્પન્ન કેમ નથી થતાં એને ખુલાસે. તર્કવાદી આધ્યાત્મિક ચિંતકોએ એવો કર્યો છે કે આત્મા સ્વભાવે શુદ્ધિને પક્ષપાતી છે. શુદ્ધિ દ્વારા ચેતના વગેરે સ્વાભાવિક ગુણોને પૂર્ણ વિકાસ થયા પછી અજ્ઞાન કે રાગ-દ્વેષ જેવા દેશે મૂળથી જ નષ્ટ થઈ જાય છે, અર્થાત પ્રયત્નપૂર્વક શુદ્ધિને પામેલ આત્મતત્વમાં પિતાનું સ્થાન મેળવવામાં એ દેષો સર્વથા નિર્બળ બની જાય છે.
ચારિત્રનું કામ જીવન ગત વૈષમ્યનાં કારણોને દૂર કરવાં, એ છે, જેને જૈન પરિભાષામાં “સંવર' કહે છે. વૈષમ્યના મૂળ કારણ અજ્ઞાનનું નિવારણ આત્માની સમ્યફ પ્રતીતિથી થાય છે, અને રાગ-દ્વેષ જેવા કલેશોનું નિવારણ માધ્યથ્યની સિદ્ધિથી. એટલા માટે આંતર ચારિત્રમાં બે જ બાબતો આવે છે: (૧) આત્મજ્ઞાન-
વિખ્યાતિ; (૨) માધ્યશ્ય કે રાગ-દ્વેષ આદિ કલેશને વિજય. ધ્યાન, વ્રત, નિયમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org