________________
જૈનધર્મને પ્રાણ
સાંખ્યયોગની જેમ ફૂટસ્થ અને વ્યાપક માનવામાં આવ્યો છે, છતાં એને જૈન પરંપરાની જેમ વાસ્તવિક રૂપે કર્તા, ભોક્તા, બદ્ધ અને મુક્ત પણ માનવામાં આવ્યો છે.
(૪) અતવાદી વેદાંત પ્રમાણે આત્મા ખરી રીતે જુદા જુદા નહીં પણ એક જ છે. એ સાંખ્ય-યોગની જેમ ફૂટસ્થ અને વ્યાપક છે, એટલે વાસ્તવિક રીતે ન તે એ બદ્ધ છે કે ન તો મુક્ત. એમાં અંતઃકરણના જ બંધમોક્ષને ઉપચારથી માનવામાં આવ્યા છે.
(૫) બૌદ્ધ મત પ્રમાણે આત્મા કે ચિત્ત અનેક છે; એ જ કર્તા, ભોક્તા, બંધ અને નિર્વાણનું આશ્રય છે. એ ન તો ફૂટસ્થ છે, ન વ્યાપક; એ કેવળ જ્ઞાનક્ષણપરંપરારૂપ છે, જે હૃદય, ઈક્રિય જેવાં અનેક કેન્દ્રોમાં એકીસાથે કે ક્રમશઃ નિમિત્ત પ્રમાણે ઉત્પન્ન અને નષ્ટ થતું રહે છે.
ઉપર આપેલ સંક્ષિપ્ત વર્ણન ઉપરથી એ સ્પષ્ટ રૂપે સૂચિત થાય છે કે જૈન પરંપરાસંમત આત્મવિરૂ૫, એ બંધ-મોક્ષના તત્વચિંતકની કલ્પનાનું અનુભવમૂલક પ્રાચીન રૂપ છે, સાંખ્યયોગસંમત આત્મસ્વરૂપ, એ એ તત્વચિંતકની કલ્પનાની બીજી ભૂમિકા છે. અદ્વૈતવાદસંમત આત્મસ્વરૂપ સાંખ્ય-યોગની જવબહુવિષયક કલ્પનાનું એક રીતે પરિમાર્જન માત્ર છે, જ્યારે ન્યાય-વૈશેષિક સંમત આત્મસ્વરૂપ જૈન અને સાંખ્યયોગની કલ્પનાનું મિશ્રણ જ છે. બૌદ્ધસંમત આત્મસ્વરૂપ જૈન કલ્પનાનું જ તર્કશોધિત રૂપ છે. ચારિત્રવિદ્યા
આત્મા અને કર્મના સ્વરૂપને જાણ્યા પછી જ એ જાણી શકાય છે કે આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં ચારિત્રનું શું સ્થાન છે. મોક્ષ તત્વના ચિંતકો પ્રમાણે ચારિત્રને ઉદ્દેશ આત્માને કર્મથી મુક્ત કરવો એ જ છે. ચારિત્ર દ્વારા કર્મથી મુક્તિ માની લીધા પછી પણ એ પ્રશ્ન તે આકી રહે જ છે કે સ્વભાવથી શુદ્ધ એવા આત્માની સાથે પહેલવહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org