________________
જૈનધર્મનો પ્રાણ
૪૩
આવ્યો છે અને જન્મજન્માંતરમાં સાથે જનાર ભૌતિક શરીરરૂપ દ્રવ્યકર્મનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. ન્યાય-વૈશેષિક પરંપરા, જેમાં આવા સૂક્ષ્મ શરીરનો કઈ ખાસ સ્વીકાર કરવામાં નથી. આવ્યો, એણે પણ જન્મજન્માંતરમાં જનાર અણુરૂપ મનને સ્વીકાર કરીને દ્રવ્યકર્મના વિચારને અપનાવ્યો છે.
પુનર્જન્મ અને કર્મની માન્યતાની પછી જ્યારે મોક્ષની કલ્પના પણ તત્વચિંતનમાં સ્થિર થઈ ત્યારથી અત્યાર સુધીની બંધ-મોક્ષવાદી ભારતીય તત્વચિંતકની આત્માના સ્વરૂપ સંબંધી માન્યતાઓ કેવી કેવી છે અને એમાં વિકાસક્રમની દૃષ્ટિએ જૈન મંતવ્યના સ્વરૂપનું શું
સ્થાન છે, એને સમજવા સારુ ટૂંકાણમાં બંધ-મેક્ષવાદી મુખ્ય મુખ્ય બધી પરંપરાઓનાં મંતવ્યો નીચે આપવામાં આવે છે –
(૧) જૈન પરંપરા મુજબ પ્રત્યેક શરીરમાં જુદે જુદે આત્મા છે. એ પિતે શુભાશુભ કર્મને કર્તા અને કર્મના ફળ–સુખ, દુઃખ વગેરે– ભોક્તા છે. એ જન્માંતર વખતે બીજા સ્થાનમાં જાય છે અને સ્થૂળ દેહ પ્રમાણે સંકોચ કે વિસ્તારને ધારણ કરે છે. એ જ મુક્તિને પામે છે અને મોક્ષકાળમાં સાંસારિક સુખ-દુઃખ, જ્ઞાન-અજ્ઞાન વગેરે શુભ-અશુભ કર્મ વગેરે ભાવથી સર્વથા મુક્ત બની જાય છે.
(૨) સાંખ્યોગ પરંપરા પ્રમાણે આત્મા ભિન્ન ભિન્ન છે, પણ એ ફૂટથ અને વ્યાપક હોવાને લીધે ન તે કર્મને કર્તા, ભક્તા, જન્માંતરમાં જનાર, ગતિશીલ છે કે ન તો મુક્તિગામી જ છે. એ પરંપરા પ્રમાણે તે પ્રાકૃત બુદ્ધિ કે અંતઃકરણ જ કમનું કર્તા, ભોક્તા, જન્માંતરગામી, સંકેચ-વિસ્તારશીલ, જ્ઞાન-અજ્ઞાન વગેરે ભાનું આધાર અને મુક્તિકાળમાં એ ભાવથી રહિત છે. સાંખ્યયોગ પરંપરા અંતઃકરણના બંધ-મોક્ષને જ ઉપચારથી પુરુષના માની લે છે.
(૩) ન્યાય-વૈશેષિક પરંપરા પ્રમાણે આત્મા અનેક છે, એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org