________________
જૈનધર્મના પ્રાણ
૪૬
તપ વગેરે જે જે ઉપાયે આંતર ચારિત્રના પાષક બને છે એ જ સાધકને માટે બાહ્ય ચારિત્રરૂપે સ્વીકારવા ચેાગ્ય મનાયા છે.
આધ્યાત્મિક જીવનની ઉત્ક્રાંતિ આંતર ચારિત્રના વિકાસ ઉપર આધાર રાખે છે. આ વિકાસક્રમનુ ગુણસ્થાનરૂપે જૈન પરપરામાં ખૂબ વિશદ અને વિસ્તૃત વર્ણન મળે છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિક્રમના જિજ્ઞાસુએને માટે યેાગશાસ્ત્રમાં પ્રસિદ્ધ મધુમતી વગેરે ભૂમિકાઓનુ, બૌદ્ધશાસ્ત્રમાં પ્રસિદ્ધ સાતાપન્ન આદિ ભૂમિકાઓનુ', યેાગવાસિષ્ઠમાં પ્રસિદ્ધ અજ્ઞાન અને જ્ઞાન ભૂમિકાએનું, આવક-પરંપરામાં પ્રસિદ્ધ મભૂમિ વગેરે ભૂમિકાએનું અને જૈન પર પરાપ્રસિદ્ધ ગુણસ્થાનાનું તથા યાગદૃષ્ટિનુ તુલનાત્મક અધ્યયન ખૂબ રસપ્રદ તેમ જ ઉપયાગી છે; એનું વન અહીં કરવું સંભવિત નથી. જિજ્ઞાસુ ખીજે પ્રગટ થયેલ લેખા ઉપરથી એ જાણી શકે છે.
અહીં એ ચૌદ ગુણસ્થાનેાનું વન ન કરતાં સંક્ષેપમાં ત્રણ ભૂમિકાઓના જ પરિચય આપું હ્યું કે જેમાં ગુણસ્થાનેને સમાવેશ થઈ જાય છે. પહેલી ભૂમિકા છે, અહિરાભા–જેમાં આત્મજ્ઞાન કે વિવેકખ્યાતિના ઉદય જ નથી થતા. ખીજી ભૂમિકા અંતરાત્મા છે, જેમાં આત્મજ્ઞાનના ઉય તો થાય છે, પણ રાગ-દ્વેષ વગેરે કલેશા મદ થવા છતાં પણ પાતાના પ્રભાવ બતાવતા રહે છે. ત્રીજી ભૂમિકા છે પરમાત્મા. આમાં રાગ-દ્વેષને પૂર્ણ ઉચ્છેદ થવાથી વીતરાગપણું પ્રગટ થાય છે. લાકવિદ્યા
લોકવિદ્યામાં લોકના સ્વરૂપનું વર્ણન આવે છે. જીવ-ચેતન અને અજીવ–અચેતન કે જડ, એ એ તત્ત્વાને સહચાર એ જ લાક છે. ચેતન-અચેતન અને તત્ત્વને ન તે કાઈ એ કયારેય પેદા કર્યા છે ૐ ન કયારેય એ નાશ પામે છે; છતાં પણ એ સ્વભાવથી જુદાં જુદાં
""
૧. જુઓ “ ભારતીય દશનેામાં આધ્યાત્મિક વિકાસક્રમ ” લેખ, પુરા
તત્ત્વ ૧, પૃ. ૧૪૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org