________________
૪૦
જૈનધર્મને પ્રાણ
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
ક્ષુદ્રમાં ક્ષુદ્ર અવસ્થામાં રહેલે જીવ પણ ક્યારેક માનવકેટિમાં આવી શકે છે અને માનવકેટિમાં રહેલે જીવ પણ શુદ્રમાં શુદ્ધ વનસ્પતિ અવસ્થામાં જઈ શકે છે, એટલું જ નહીં પણ વનસ્પતિને જીવ વિકાસ દ્વારા, મનુષ્યની જેમ, ક્યારેક બંધનમુક્ત પણ થઈ શકે છે. ઊંચનીચ ગતિ કે નિને તેમ જ સર્વથા મુક્તિનો આધાર એક માત્ર કર્મ છે. જેવું કર્મ જેવા સંસ્કાર કે જેવી વાસના એવી જ આત્માની અવસ્થા, પણ તાવિક રૂપે બધા આત્માઓનું સ્વરૂપ સર્વથા એક જેવું છે, જે કમરહિત અવસ્થામાં પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. આ જ આત્મસામ્યમૂલક ઉત્ક્રાંતિવાદ છે.
સાંખ્ય, યોગ, બૌદ્ધ વગેરે દૈતવાદી અહિંસા સમર્થક પરંપરાઓન બીજી બીજી બાબતમાં જૈન પરંપરા સાથે ગમે તે મતભેદ હોય, પણ અહિંસાપ્રધાન આચાર તથા ઉત્ક્રાંતિવાદની બાબતમાં બધાને પૂરેપૂરે એકમત છે. આત્માદ્વૈતવાદી ઔપનિષદ પરંપરા અહિંસાનું સમર્થન સમાનતાના સિદ્ધાંતને આધારે નહીં પણ અદૈતના સિદ્ધાંતને આધારે કરે છે. એનું કહેવું એમ છે કે તત્ત્વ રૂપે જેવા તમે એવા જ બીજા બધા જીવ શુદ્ધ બ્રહ્મ-એક બ્રહ્મ-રૂપ છે. અને જે પરસ્પર ભેદ દેખાય છે એ વાસ્તવિક નહીં પણ અવિદ્યામૂલક છે. તેથી બીજા જીને પિતાથી અભિન્ન જ સમજવા જોઈએ અને બીજાના દુ:ખને પિતાનું દુઃખ સમજીને હિંસાથી નિવૃત્ત થવું જોઈએ.
દૈતવાદી જૈન વગેરે પરંપરાઓ અને અદૈતવાદી પરંપરા વચ્ચે ફક્ત એટલું જ અંતર છે કે પહેલી પરંપરાઓ પ્રત્યેક જીવાત્માને વાસ્તવિક ભેદ માનવા છતાં પણ એ બધામાં તાત્વિક રૂપે સમાનતાને સ્વીકાર કરીને અહિંસાનું ઉ ધન કરે છે, જ્યારે અદ્વૈત પરંપરા જીવાત્માઓના પરસ્પરના ભેદને જ મિથ્યા માનીને એમનામાં તાત્વિક રૂપે પૂર્ણ અભેદ માનીને એને આધારે અહિંસાનું ઉધન કરે છે. અદ્વૈત પરંપરા પ્રમાણે જુદી જુદી યોનિ અને જુદી જુદી ગતિવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org