________________
જૈનધર્મને પ્રાણ વવાની દૃષ્ટિએ જૈન પરંપરામાં મુખ્યત્વે ચાર વિદ્યાઓનો વિકાસ થયે છેઃ (૧) આત્મવિદ્યા, (૨) કર્મવિદ્યા, (૩) ચારિત્રવિદ્યા અને (૪) લેકવિદ્યા. એ જ રીતે અનેકાંતદષ્ટિ દ્વારા મુખ્યત્વે શ્રુતવિદ્યા અને પ્રમાણવિદ્યાનું જ નિર્માણ અને પિષણ થયું છે. આ રીતે અહિંસા, અનેકાંત અને એમાંથી જન્મેલી વિદ્યાઓ જ જૈનધર્મને પ્રાણ છે, જેના ઉપર આગળ સંક્ષેપમાં વિચાર કરવામાં આવે છે. આત્મવિદ્યા અને ઉત્ક્રાંતિવાદ ) પ્રત્યેક આત્મા–પછી એ પૃથ્વીને હય, પાણીને હોય, વનસ્પતિને હય, કીટ-પતંગ કે પશુ-પક્ષીરૂપ હોય કે મનુષ્યરૂપ હય, એ બધા–તાત્વિક દૃષ્ટિએ સમાન છે.7 જૈન આત્મવિદ્યાને આ જ સાર છે. સમાનતાના આ સૈદ્ધાતિક વિચારને અમલ કરવો–એને યથાસંભવ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉતારવાનો અપ્રમત્તભાવે પ્રયત્ન કરવો–એ જ અહિંસા છે. આત્મવિદ્યા કહે છે કે જે સામ્યને અનુભવ જીવનવ્યવહારમાં ન થાય તે આત્મસામ્યનો સિદ્ધાંત કેવળ વાદ માત્ર જ છે. સમાનતાના સિદ્ધાંતને અમલી બનાવવા માટે આચારાંગસૂત્રના બીજા અધ્યયનના ૮૦-૯૬-૯૭માં સૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે તમે પિતાના દુઃખને અનુભવ કરે છે, એવી જ રીતે બીજાના દુઃખનો અનુભવ કરો. અર્થાત બીજાના દુઃખનું પિતાના દુઃખરૂપે સંવેદન ન થાય તે અહિંસા સિદ્ધ થવાનો સંભવ નથી.'
જેવી રીતે આત્મસમાનતાના તાત્વિક વિચારમાંથી અહિંસાના આચારનું સમર્થન કરવામાં આવ્યું છે, એ જ રીતે એ વિચારમાંથી જ જૈન પરંપરામાં એ પણ આધ્યાત્મિક મંતવ્ય ફલિત થયું છે કે જીવમાં રહેલ શારીરિક, માનસિક વગેરે વૈષમ્ય ગમે તેટલું કેમ ન હેય, પણ એ બહારથી આવેલું–કર્મજન્ય છે, વાસ્તવિક નથી. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org