________________
૩૨
જૈનધર્મને પ્રાણ
આપે છે. એ સાચું છે કે હજાર પ્રયત્ન કરીએ તે પણ સાપ-ળિયા, ગાયવાઘને વિરોધ નિમૂળ નથી થઈ શકત, જ્યારે, પ્રયત્ન કરવામાં આવે તે, બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચેનો વિરોધ નિર્મૂળ થવાનો સંભવ છે. અને ઇતિહાસમાં કેટલાક દાખલા એવા મળે પણ છે કે જેમાં બ્રાહ્મણ અને શ્રમણની વચ્ચે કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય કે વિરોધ જેવામાં નથી આવતો. પરંતુ પતંજલિનું બ્રાહ્મણ-શ્રમણ વચ્ચેના શાશ્વત વિરોધ સંબંધીનું કથન વ્યક્તિને અનુલક્ષીને નહીં પણ વર્ગને અનુલક્ષીને છે. કેટલીય વ્યક્તિઓ એવી હોઈ શકે કે જે આવા વિરોધથી પર હાય યા પર થઈ શકતી હોય, પરંતુ સમસ્ત બ્રાહ્મણવર્ગ યા સમસ્ત શ્રમણવર્ગ આ મૂળભૂત વિરોધથી પર નથી, એ જ પંતજલિના કથનનું તાત્પર્ય છે. “શાશ્વત’ શબ્દનો અર્થ “અવિચલ” ન કરતાં અહીં
પ્રાવાહિક” [ –“પરંપરાથી ચાલ્યું આવતું”] એટલે જ અભિપ્રેત છે. પંતજલિ પછી અનેક શતાબ્દીઓ પછી થયેલા જૈન આચાર્ય હેમચંકે ૨ પણ બ્રાહ્મણ-શ્રમણનું ઉદાહરણ આપી પંતજલિના અનુભવની યથાWતા ઉપર મહેરછાપ મારી છે. આજે સમાજવાદી યુગમાં પણ આપણે એ નથી કહી શકતા કે બ્રાહ્મણ અને શ્રમણવર્ગ વચ્ચેના વિરોધનું બીજ નિમ્ળ થયું છે. આ સમગ્ર વિરોધનું મૂળ, ઉપર સૂચવેલ વૈષમ્ય અને સામ્યની દૃષ્ટિ વચ્ચે રહેલ પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર છે. એકબીજા ઉપર પ્રભાવ અને સમન્વય
બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા એકબીજાના પ્રભાવથી સાવ અલિપ્ત રહી નથી; નાની-મેટી બાબતોમાં એકનો પ્રભાવ બીજા ઉપર ઓછા-વત્તા પ્રમાણમાં પડેલો જોવામાં આવે છે. દાખલા તરીકે, શ્રમણધર્મની સામ્યદૃષ્ટિમૂલક અહિંસાભાવનાને બ્રાહ્મણ પરંપરા ઉપર કમે કમે એટલે પ્રભાવ પડ્યો છે કે, જેથી યજ્ઞીય હિંસાનું સમર્થન કેવળ પ્રાચીન શાસ્ત્રીય ચર્ચાઓને વિષય જ બની ગયું છે; વ્યવહારમાં
૧. મહાભાષ્ય ૨-૪-૯, ૨. સિદ્ધહેમ ૩-૧-૧૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org