________________
પૂર્વભૂમિકા
૨૭ ગમ્ય વસ્તુને લાગુ નથી પડતા, પણ મનગમ્ય કે અતીન્દ્રિય ભાવોને
સ્પર્શ કરે છે. એટલે તે શબ્દોના ખરા અર્થ તરફ જવાનું કે વારસાથી પ્રથમ ધારેલ અર્થમાં સુધારે, ફેરફાર કે વૃદ્ધિ કરવાનું કામ બહુ જ અઘરું હોઈ વિવેક અને પ્રયત્નસાધ્ય છે.
જીવનમાત્રમાં ચેતનતત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી તેમ જ એવી શ્રદ્ધાને પરિણામે ચેતન ઉપરનાં અજ્ઞાન તેમ જ રાગ-દ્વેષાદિ આવરણને ચારિત્રના સમ્યક્ પુરુષાર્થથી ભેદવાની શક્યતાના ચારિત્રલક્ષી તત્વમાં શ્રદ્ધા ધરાવવી તે સમ્યગ્દષ્ટિ અગર આસ્તિતા. આથી ઊલટું એટલે કે ચેતનતત્વમાં કે ચારિત્ર્યલક્ષી તત્વમાં શ્રદ્ધા ન રાખવી તે મિથ્યાદિષ્ટ અગર નાસ્તિકતા. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનો અનુક્રમે તત્વવિષયક શ્રદ્ધા કે અશ્રદ્ધા એ જ અર્થ વિકાસક્રમમાં ફલિત થાય છે. વાચક ઉમાસ્વાતિ નામના જૈન આચાર્યે સમ્યગ્દષ્ટિને અર્થ બતાવતાં કહ્યું છે કે આધ્યાત્મિક અને ચારિત્રલક્ષી તમાં શ્રદ્ધા સેવવી તે જ સમ્યગ્દર્શન. આપણે જોઈએ છીએ કે આ વ્યાખ્યામાં કોઈ એક ફિરકાની બાહ્ય આચારવિચારની પ્રણાલીઓનો સ્પર્શ જ નથી; માત્ર તત્ત્વના વાસ્તવિક સ્વરૂપમાં શ્રદ્ધા ધરાવવાનો જ સ્પર્શ છે.
તત્વશ્રદ્ધા એ સમ્યગ્દષ્ટિ હોય તો પણ તે અર્થ છેવટને નથી. છેવટનો અર્થ તે તત્ત્વસાક્ષાત્કાર છે. તત્વશ્રદ્ધા એ તત્ત્વસાક્ષાત્કારનું એક સોપાન માત્ર છે. જ્યારે એ સોપાન દઢ હોય ત્યારે જ યાચિત પુરુષાર્થથી તત્વને સાક્ષાત્કાર થાય છે, એટલે કે સાધક જીવનમાત્રમાં ચેતન તત્વને સમાન ભાવે અનુભવે છે અને ચારિત્ર્યલક્ષી તો માત્ર શ્રદ્ધાનો વિષય ન રહેતાં જીવનમાં વણાઈ જાય છે, એકરસ થઈ જાય છે. આનું જ નામ તસ્વસાક્ષાત્કાર અને એ જ સમ્યગ્દષ્ટિ શબ્દને અંતિમ તેમ જ એકમાત્ર અર્થ.
[અચિં- ભા. ૧, પૃ. ૯૮-૧૦૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org