________________
પૂર્વભૂમિકા અને ધર્મજીવી છે. બધાય સંપ્રદાયોએ તત્વચિંતનને આશ્રય આપ્યો છે, એટલું જ નહીં એના વિકાસ અને વિસ્તારને માટે પણ ઘણું કર્યું છે. એક રીતે, એ જુદા જુદા સંપ્રદાયના પ્રયત્નોને લીધે જ ભારતીય તત્વચિંતનને બૌદ્ધિક પ્રદેશ ચમત્કારપૂર્ણ બની શક્યો છે. પણ આપણે અહીં જે વિચારવાનું છે તે તે એ છે કે દરેક સંપ્રદાય પિતાનાં જે મંતવ્યો પર સબળ વિશ્વાસ રાખે છે, અને જે મંતવ્યને બીજો વિરોધી સંપ્રદાય કઈ રીતે માનવા તૈયાર નથી, એ મંતવ્ય સાંપ્રદાયિક વિશ્વાસ કે સાંપ્રદાયિક ભાવનાના જ વિષય લેખી શકાય, સાક્ષાત્કારના નહીં. આ રીતે સાક્ષાત્કારને સામાન્ય ઝરે સંપ્રદાયની ભૂમિ ઉપર, વિગતોના વિશેષ પ્રવાહોમાં વિભાજિત થતાંની સાથે જ, વિશ્વાસ અને પ્રતીતિનું રૂપ ધારણ કરવા લાગે છે.
જ્યારે સાક્ષાત્કાર વિશ્વાસનું રૂપ ધારણ કરે છે ત્યારે એ વિશ્વાસને સ્થિર રાખવા માટે તેમ જ એનું સમર્થન કરવા માટે બધાય સંપ્રદાયોને કહપનાઓ, દલીલે અને તને આધાર લેવો પડે છે. બધાય સાંપ્રદાયિક તત્ત્વચિંતકે પિતપોતાના વિશ્વાસની પુષ્ટિને માટે કલ્પનાઓનો પૂરેપૂરે આધાર લેતાં રહેવા છતાં એમ માનતા રહ્યા કે અમે અને અમારો સંપ્રદાય જે કાંઈ માનીએ છીએ એ બધું કલ્પના નહીં પણ સાક્ષાત્કાર છે. આ રીતે “દર્શન’ના અર્થમાં કલ્પનાઓનો તેમ જ સત્ય-અસત્ય કે અર્ધસત્ય તને પણ સમાવેશ થઈ ગયે. એક તરફ જ્યાં સંપ્રદાયે મૂળ દર્શન એટલે કે સાક્ષાત્કારની રક્ષા કરી અને એની સ્પષ્ટતા કરવા સારુ અનેક જાતનાં ચિંતન ચાલુ રાખ્યાં તેમ જ એને વ્યક્ત કરવાની અનેક મનોરમ કલ્પનાઓ કરી, ત્યાં બીજી તરફ સંપ્રદાયની વાડને આધારે વધવાવાળી અને ફળવા-ફૂલવાવાળી તત્વચિંતનની વેલ એટલી તે પરાશ્રિત થઈ ગઈ કે એને સંપ્રદાય સિવાય બીજે આધારે જ ન રહ્યો. પરિણામે, પાઁનશીન પદ્મિનીઓની જેમ, તત્વચિંતનની વેલ પણ કમળ અને સંકુચિત દૃષ્ટિવાળી બની ગઈ
[દઔચિં૦ નં૦૧, પૃ. ૬૭-૬૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org