________________
૨૪
જૈનધર્મનો પ્રાણ
મૂળ આધ્યાત્મિક પ્રમેયના વિશેષ-વિશેષ સ્વરૂપની બાબતમાં તેમ જ એની વિગતવાર વિચારણામાં બધાંય મુખ્ય મુખ્ય દર્શને વચ્ચે, અને કથારેક ક્યારેક તે એક જ દર્શનની અનેક શાખાઓ વચ્ચે, એટલે બધો મતભેદ અને વિરોધ શાસ્ત્રોમાં જોવામાં આવે છે કે, એને જોઈને તટસ્થ સમાચક એમ ક્યારેય ન માની શકે કે કોઈ એક કે બધા સંપ્રદાયનાં વિગતવાર મંતવ્યો સાક્ષાત્કારનો વિષય બન્યાં હોય. જે આ મંતવ્યનો સાક્ષાત્કાર થયે હેય તો એ ક્યા સંપ્રદાયનાં? કોઈ એક સંપ્રદાયના પ્રવર્તકને વિગતેની બાબતમાં સાક્ષાત્કાર કરનાર-દ્રષ્ટા સાબિત કરવાનું કામ બહુ મુશ્કેલ છે. તેથી, બહુ બહુ ત, ઉપર જણાવેલ મૂળ પ્રમેયના સંબંધમાં “દર્શનને અર્થ સાક્ષાત્કાર ” માની લીધા પછી એ પ્રમેયોની વિગતેની બાબતમાં દર્શન નો અર્થ કંઈક જુદો જ કરવો પડશે.
વિચાર કરતાં લાગે છે કે “દર્શન’ને બીજો અર્થ “સબળ પ્રતીતિ” એવો કરવો જ બરાબર છે. શબ્દોના અર્થોના જુદા જુદા સ્તરે હોય છે. “દર્શન'ના અર્થને આ બીજે સ્તર છે. આપણે વાચક ઉમાસ્વાતિના “તરવાશ્રદ્ધાનં સભ્યન” એ સૂત્રમાં તથા એની વ્યાખ્યાઓમાં આ બીજે સ્તર સ્પષ્ટ રૂપે જોઈએ છીએ. વાચકજીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે “ પ્રમેયોની શ્રદ્ધા એનું નામ જ દર્શન” છે. અહીં એ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ કે શ્રદ્ધાનો અર્થ છે સબળ પ્રતીતિ કે વિશ્વાસ, નહીં કે સાક્ષાત્કાર. શ્રદ્ધા કે વિશ્વાસ, એ સંપ્રદાયમાં સાક્ષાત્કારને જીવંત રાખવાની એક ભૂમિકાવિશેષ છે, જેને મેં દર્શન નો બીજો સ્તર કહેલ છે.
આમ તે દરેક દેશના ચિંતકોમાં સંપ્રદાય જોવામાં આવે છે. યુરોપના તરવચિંતનની જન્મભૂમિ ગ્રીસના ચિંતકામાં પણ પરસ્પર વિરોધી અનેક સંપ્રદાય હતા; પણ ભારતીય તત્વચિંતકોના સંપ્રદાયની કથા કંઈક જુદી જ છે. આ દેશના સંપ્રદાયો મૂળમાં ધમપ્રાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org