SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પૂર્વભૂમિકા બદલે એનો સ્વીકાર નહીં કરવામાં જ જીવન સુખી અને વિકસિત થઈ શકે છે. [દઔચિં ખં૧, ૫૦ ૧૩] [૧૦] ધર્મ અને વિચાર || ધર્મને પિતા, એનો મિત્ર અને એની પ્રજા, એ બધું વિચાર જ છે. વિચાર ન હોય તેમાં ધર્મની ઉત્પત્તિ ન જ સંભવે. ધર્મના જીવન અને પ્રસરણ સાથે વિચાર હોય જ છે. જે ધર્મ વિચાર ન પ્રગટાવે અને ન પોષે તે પિતાનો આત્મા જ ગુમાવે છે, તેથી ધર્મ વિષે વિચારણું કે પરીક્ષાની પણ પરીક્ષાઓ ચાલે તે પરિણામે એ લાભકારક જ છે. | [અચિં૦ ભા૧, પૃ. ૪૯] [૧૧] ધર્મ અને સંસ્કૃતિ વચ્ચે ભેદ ધર્મને સાચો અર્થ છે આધ્યાત્મિક ઉત્કર્ષ, કે જેના દ્વારા વ્યક્તિ બહિર્મુખતાનો ત્યાગ કરીને–વાસનાઓના પાશથી મુક્ત બનીને–શુદ્ધ ચિરૂપ કે આત્મસ્વરૂપ તરફ આગળ વધે છે. આનું નામ જ યથાર્થ ધર્મ. જે આવો ધર્મ સાચેસાચ જીવનમાં પ્રગટ થત હોય એનાં બાહ્ય સાધનો પણ–ભલે પછી એ એક યા બીજા રૂપમાં અનેક પ્રકારનાં કેમ ન હોય–ધર્મ જ કહી શકાય. પરંતુ જે વાસનાઓના પાશથી મુક્તિ ન મળે અથવા મુક્તિ માટે પ્રયત્ન પણ ન થાય, તો બાહ્ય સાધને ગમે તેવાં હોય તો પણ એ ધર્મની કોટિમાં કદી ન આવી શકે; બલ્ક એ બધાંય સાધન અધર્મ જ બની જાય છે. સારાંશ એ કે ધર્મનો મુખ્ય સંબંધ સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા આધ્યાત્મિક સગુણો સાથે છે. સાચી રીતે તે ધર્મ કઈ બાહ્ય વસ્તુ નથી, છતાં એ બાહ્ય જીવન અને વ્યવહાર દ્વારા જ વ્યક્ત થાય છે. ધર્મને જે આત્મા કહીએ તે બાહ્ય જીવન અને બધા સામાજિક વ્યવહારોને દેહ કહેવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy