________________
જૈનધમ ના પ્રાણ
યેલું બચ્યું. પણ ફક્ત પાતાની મા તરફ જ નહીં પણ ખીજા વાંદરાંઓ તરફ પણ પેાતાને બચાવવા માટે કેવું તાકી રહે છે! પશુપક્ષીઓમાં રાજા બની ગયેલા આ બનાવ આમ તેા બહુ પરિચિત અને સાવ સામાન્ય જેવા છે, પણ એમાં સૂક્ષ્મ રૂપે એક સત્ય સમાયેલું છે.
એ સત્ય એ છે કે કાઈ પ્રાણીની જિજીવિષા એના જીવનથી અળગી નથી થઈ શકતી; અને જિવિષાની તૃપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે પ્રાણી પાતાના નાના-મેોટા જૂથમાં રહીને એવી મદદ મેળવે અને એને મદદ કરે. જિજીવિષાની સાથે અનિવાય રીતે સકળાયેલ આ પેાતાની જાતિના જૂથની મદદ લેવાની ભાવનામાં જ ધર્મનું બીજ સમાયેલું છે. સમુદાયમાં રહ્યા વગર તેમ જ એની મદદ લીધા વગર જો જીવનધારી પ્રાણીની જીવવાની ઇચ્છા સંતુષ્ટ થાત તેા ધર્મની ઉત્પત્તિના સંભવ જ ન હતા. આ દૃષ્ટિએ જોતાં, એ વાતમાં જરાય સ ંદેહ નથી રહેતા કે ધનુ ખીજ આપણી જિજીવિષામાં છે; અને એ જીવનવિકાસની પ્રાથમિકમાં પ્રાથમિક સ્થિતિમાં પણ મોજૂદ હોય છે—ભલે પછી એ અજ્ઞાન કે અવ્યક્ત અવસ્થા જ કેમ ન હોય.
હરણ જેવા સુકામળ સ્વભાવના જ નહીં, બલ્કે જંગલી પાડા અને ગેંડા જેવાં કઠોર સ્વભાવવાળાં પશુઓમાં પણ જોવામાં આવે છે કે એ બધાંય પોતપાતાનાં જૂથ રચીને રહે છે અને જીવે છે. આને આપણે ચાહે આનુવ ંશિક સંસ્કાર માનીએ કે ચાહે પૂર્વજન્મોપાર્જિત; પણ વિકસિત માનવજાતિમાં પણ આ સામુદાયિક વૃત્તિ અવશ્ય જોવામાં આવે છે. જ્યારે પુરાતન કાળને માનવી જંગલી અવસ્થામાં હતા ત્યારે, અને જ્યારે આજને માનવી સભ્ય લેખાય છે ત્યારે પણ, આ સામુદાયિક વૃત્તિ એકસરખી અખંડ જોવામાં આવે છે. હા, એટલે ફેર જરૂર છે કે જીવનવિકાસની અમુક ભૂમિકા સુધી સામુદાયિક વૃત્તિ એટલી એકસરખી નથી હાતી, કે જેટલી વિકસિત બુદ્ધિશાળી ગણાતા માનવીમાં છે. આપણે ભાનવગરની કે અસ્પષ્ટ ભાનવાળી સામુદાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org