________________
જૈનધમ ના પ્રાણ
૪
જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે. આપણા દેશમાં સંસ્કૃતિની સાધના હજારો વર્ષ પહેલાંથી શરૂ થયેલી અને આજે પણ ચાલે છે. આ સાધના માટે ભારતનું નામ સુવિખ્યાત છે. સાચી સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સર્જાતી કે નથી ટકતી. વ્યક્તિની અધી શક્તિ, સિદ્ધિ અને પ્રવૃત્તિઓ એકમાત્ર સામાજિક કલ્યાણની દિશામાં ચાજાય ત્યારે જ ધમ યા સ ંસ્કૃતિ ચરિતાર્થ થાય છે. ધમ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની વિકૃત સમજ દૂર કરવા અને સૈકાઓ-જૂના વહેમાનું મૂલ ઉચ્છેદવા વાસ્તે પણ સ ંસ્કૃતિની સાચી અને ઊંડી સમજ આવશ્યક છે.
[દૃઅચિં॰ ભા॰ ૧, પૃ૦ ૭]
[૨] તત્ત્વજ્ઞાન અને ધર્મનેસ'અ'ધ તત્ત્વજ્ઞાન એટલે સત્યશેાધનના પ્રયત્નમાંથી કુલિત થયેલા અને કુલિત થતા સિદ્ધાંતો. ધમ એટલે એવા સિદ્ધાંતાને અનુસરીને જ નિર્માણ થયેલા વૈયક્તિક તેમ જ સામૂહિક જીવનવ્યવહાર. એ ખરું છે કે એક જ વ્યક્તિ કે સમૂહની યેાગ્યતા તેમ જ શક્તિ સદા એકસરખી નથી હોતી. તેથી ભૂમિકા અને અધિકારભેદ પ્રમાણે ધર્માંમાં અંતર હોવાનું; એટલું જ નહિ, પણ ધર્માચરણ વધારે પુરુષાર્થની અપેક્ષા રાખતું હાવાથી તે, ગતિમાં તત્ત્વજ્ઞાનથી પાછળ પણ રહેવાનું. છતાં જો આ અન્નેની દિશા જ મૂળમાં જુદી હોય તે તત્ત્વજ્ઞાન ગમે તેટલું ઊંડુ અને ગમે તેવું સાચું હોય છતાં ધર્માં એના પ્રકાશથી વંચિત જ રહે અને પરિણામે માનવતાને વિકાસ અટકે. તત્ત્વજ્ઞાનની શુદ્ધિ, વૃદ્ધિ અને પરિપાક જીવનમાં ધને ઉતાર્યાં સિવાય સભવી જ ન શકે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના અવલંબન વિનાના ધમ, જડતા તેમ જ વહેમથી મુક્ત થઈ ન શકે. એટલા માટે બન્નેમાં ધાતક છે.
દિશાભેદ હવે
Jain Education International
[દચિ’• ભા॰ ૧, પૃ૦ ૨૦૨
For Private & Personal Use Only
www.jainelibrary.org