________________
પૂર્વભૂમિકા [ધર્મ, તત્વજ્ઞાન, સંસ્કૃતિ વગેરેની સામાન્ય સમજૂતી ]
[૧] ધર્મ, તત્વજ્ઞાન અને સંરકૃતિ જ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે એમ નથી. એછું કે વધુ વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડતાનો સવાલ છે. પણ, ગમે તેટલું ઓછું વાંચવા છતાં, જે વધારે સિદ્ધિ અને લાભ મેળવવો હોય તે, તેની અનિવાર્ય શરત એ છે કે, મનને ખુલ્લું રાખવું અને સત્યજિજ્ઞાસાની સિદ્ધિમાં કઈ પણ પૂર્વગ્રહને કે રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા નહિ. મારો અનુભવ એમ કહે છે કે આ માટે સૌથી પહેલાં નિર્ભયતાની જરૂર છે. ધર્મને કાંઈ પણ ખરો અને ઉપયોગી અર્થ થતો હોય તે તે નિર્ભયતા સાથેની સત્યની શોધ છે. તત્વજ્ઞાન એ સત્યશોધનો એક માર્ગ છે, અને ગમે તે વિષયનું અધ્યયન કરતા હોઈએ છતાં ધમ અને તત્ત્વજ્ઞાનને સંબંધ રહેલે જ છે. એ બન્ને વસ્તુઓ કઈ ચેકામાં બંધાતી નથી. મનનાં બધાં દ્વારે સત્ય માટે ખુલ્લાં હોય અને નિર્ભયતા એની પૃષ્ઠભૂમિમાં હોય તે જે કાંઈ વિચારીએ કે કરીએ તે બધું જ તત્ત્વજ્ઞાન કે ધર્મમાં સમાઈ જાય છે.
જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેને સ્થાને સર્વાગીણ સ્વચ્છતા તેમ જ સામંજસ્યપૂર્ણ બળ આણવું, એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org