SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જૈનધર્મને પ્રાણ ફલિત થતા અર્થચિંતનને “શબ્દન” કહે છે. શબ્દશાસ્ત્રીઓ-વૈયાકરણો જ મુખ્યત્વે શબ્દનયના અધિકારી છે, કેમ કે એમનાં જ જુદાં જુદાં દષ્ટિબિંદુઓથી શબ્દનયમાં વિવિધતા આવી છે. જે શબ્દશાસ્ત્રીઓ બધાય શબ્દોને અખંડ અર્થાત અવ્યુત્પન્ન માને છે તેઓ વ્યુત્પત્તિભેદે અર્થભેદ ન માનવા છતાં લિંગ, પુરુષ, કાળ વગેરે જુદી જુદી જાતના શબ્દધર્મોના આધારે અર્થનું વૈવિધ્ય દર્શાવે છે. એમનું એ પ્રકારે અર્થભેદનું દર્શન “શબ્દ”નય કે “સાંપ્રત’નય છે. દરેક શબ્દને વ્યુત્પત્તિસિદ્ધ જ માનવાવાળી મને વૃત્તિથી વિચાર કરનારા શાબ્દિકો પર્યાયના–અર્થાત્ એકાWક સમજવામાં આવતા શબ્દોના– અર્થમાં પણ વ્યુત્પત્તિભેદે ભેદ માને છે. શુક્ર, ઈદ્ર વગેરે જેવા પર્યાયવાચી શબ્દોના અર્થભેદનું એમણે કરેલું એ દર્શન સમભિરૂઢ' નય કહેવાય છે. વ્યુત્પત્તિના ભેદે જ નહીં, બલકે એક જ વ્યુત્પત્તિથી ફલિત થતા અર્થની હયાતી અને ગેરહયાતીના ભેદને લીધે પણ જે દર્શન અર્થભેદ માને છે, એને “એવંભૂત નય કહે છે. આ તાર્કિક છ નો ઉપરાંત એક નિગમ નામને નય પણ છે, જેમાં નિગમ અર્થાત દેશની રૂઢિ પ્રમાણે અભેદગામી અને ભેદગામી બધા પ્રકારના વિચારને સમાવિશ માનવામાં આવ્યો છે. મુખ્યત્વે આ જ સાત નય છે. પણ કઈ એક અંશને અર્થાત દૃષ્ટિબિંદુને લઈને પ્રવૃત્ત થતા બધી જાતના વિચાર તે તે અપેક્ષાને સૂચિત કરતા નયે જ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય શાસ્ત્રમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નય પણ પ્રસિદ્ધ છે. પણ એ નો ઉપર જણાવેલ સાત નથી જુદા નથી, પરંતુ એમનું જ ટૂંકું વર્ગીકરણ કે ભૂમિકા માત્ર છે. દ્રવ્ય અર્થાત્ સામાન્ય, અન્વય, અભેદ કે એકત્વને અનુલક્ષીને કરવામાં આવતે વિચાર એ દ્રવ્યાર્થિક નય છે. મૈગમ, સંગ્રહ અને વ્યવહાર, એ ત્રણે દ્રવ્યાર્થિક જ છે. આમાંથી સંગ્રહ તો શુદ્ધ અભેદને વિચાર કરનાર હોવાથી શુદ્ધ કે મૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy