________________
નયવાદ
૨૧૫
સમુચ્ચય જ એ વિષયનું પૂર્ણ–અનેકાંત દર્શન છે. અપેક્ષામાંથી ઉદ્ ભવતુ દરેક દર્શીન એ પૂર્ણ દનનું એક એક અંગ છે, જે પરસ્પર વિરુદ્ધ હાવા છતાં, પૂર્ણ દાનમાં એને સમન્વય થતા હેાવાને કારણે, ખરી રીતે અવિરુદ્ધ જ છે.
સાત નયાનુ કાર્યક્ષેત્ર
જ્યારે કાઈની મનેાવૃત્તિ વિશ્વમાં રહેલા બધાય ભેદાને—ભલે પછી એ ભેદો ગુણથી, ધમથી કે સ્વરૂપથી થયેલા હોય અથવા વ્યક્તિત્વને કારણે થયા હોય—ભુલાવીને અર્થાત્ એ ભેદો તરફ ઝૂકયા વગર જ એક માત્ર અખંડતાને વિચાર કરે છે, ત્યારે એને અખંડ કે એક જ વિશ્વનું દર્શીન થાય છે. અભેદની એ ભૂમિકામાંથી નિષ્પન્ન થતા ‘સત્’ શબ્દના એકમાત્ર અખંડ અતુ દર્શીન, એ જ ‘સંગ્રહ’ નય છે. ગુણધકૃત કે વ્યક્તિત્વકૃત ભેદેા તરફ ઝૂકનારી મનેવૃત્તિથી કરવામાં આવતું વિશ્વનું દર્શીન ‘વ્યવહાર’નય કહેવાય છે, કારણ કે લોકસિદ્ધ વ્યવહારાની ભૂમિકારૂપે ભેદોનું ખાસ સ્થાન છે. આ દર્શનથી સત્ ' શબ્દની મર્યાદા અખંડિત ન રહેતાં અનેક ખડામાં વહેંચાઈ જાય છે. એ જ ભેદ કરનારી મનેવૃત્તિ કે અપેક્ષા કેવળ કાળકૃત ભેદો તરફ ઝૂકીને, કાર્યક્ષમ હેાવાને લીધે, જ્યારે ફક્ત વર્તમાનને જ‘સત્’ રૂપ જુએ છે, અને ભૂતકાળ અને ભવિષ્યકાળને ‘ સત્ ' શબ્દની વ્યાખ્યામાંથી દૂર કરે છે, ત્યારે એનાથી ફલિત થતું વિશ્વદર્શન ‘ઋજીસૂત્ર’ નય છે, કેમ કે એ ભૂત અને ભવિષ્યના ચક્રાવાને છેડી દઈને ફક્ત વર્તમાનની સીધી લીટી ઉપર ચાલે છે.
,
।
ઉપર જણાવેલી ત્રણે પ્રકારની મનેાવૃત્તિએ એવી છે કે જે શબ્દ કે શબ્દના ગુણધર્મોને આશ્રય લીધા વિના જ કાઈ પણ વસ્તુનું ચિંતન કરે છે. તેથી જ એ ત્રણે પ્રકારનું ચિંતન ‘અનય’ કહેવાય છે. પણુ એવી પણ મનેત્તિ હાય છે કે જે શબ્દના ગુણ ધર્મોના આશ્રય લઈ તેજ અને વિચાર કરે છે. તેથી જ આવી મને વૃત્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org