________________
નયવાદ
૨૧૭
દ્રવ્યાર્થિક જ છે, જ્યારે વ્યવહાર અને નૈગમની પ્રવૃત્તિ ભેદગામી હાવા છતાં પણ કાઈ ને કાઈ પ્રકારના અભેદને પણ અવલખીને જ ચાલે છે. એટલા માટે એને પણ દ્રવ્યાર્થિ ક જ માનવામાં આવ્યા છે. અલબત્ત, એ સંગ્રહ નયની જેમ શુદ્ધ નહીં પણ અશુદ્ધ-મિશ્રિત દ્રવ્યાર્થિ ક જ છે.
પર્યાય એટલે વિશેષ, વ્યાવૃત્તિ કે ભેદને જ અનુલક્ષીને પ્રવૃત્ત થતા વિચારમાગ` પર્યાયાર્થિ ક નય છે. ‘ઋનુસૂત્ર’ વગેરે બાકીના ચારે નયને પર્યાયાર્થિ ક જ ગણવામાં આવ્યા છે. અભેદને છોડીને એક માત્ર ભેદને વિચાર ઋજીમૂત્રનયથી શરૂ થાય છે, તેથી એને જ શાસ્ત્રમાં પર્યાયાથિક નયની પ્રકૃતિ કે મૂળ આધાર કહેલ છે. પાછલા ત્રણ નયા એ જ મૂળભૂત પર્યાયાથિકના એક રીતે વિસ્તાર માત્ર છે.
ફક્ત જ્ઞાનને ઉપયાગી માનીને એને આધારે પ્રવૃત્ત થતી વિચારધારાને જ્ઞાનનય કહે છે, તેા ફક્ત ક્રિયાને આધારે પ્રવૃત્ત થતી વિચારધારા ક્રિયાનય છે. નયરૂપી આધારસ્ત ંભો અપાર હેાવાથી વિશ્વનું પૂ દર્શીન–અનેકાંત પણ નિઃસીમ છે.
[દૃઔચિ॰ ખ′૦ ૨, પૃ૦ ૧૭૦-૧૭૨] નિશ્ચય અને વ્યવહારનયના અન્ય દશનામાં સ્વીકાર
જૈન પરંપરામાં નિશ્ચય અને વ્યવહારનય પ્રસિદ્ધ છે. વિદ્વાને જાણે છે કે આ જ નવિભાગની આધારભૂત દૃષ્ટિના સ્વીકાર અન્ય દર્શીતામાં પણ કરવામાં આવ્યા છે. બૌદ્ધ દન ઘણા પ્રાચીન સમયથી પરમા અને સંપિત, એ એ દૃષ્ટિઓનું નિરૂપણ કરતું આવ્યું છે. શાંકર વેદાંતની પારમાર્થિક તથા વ્યાવહારિક કે માયિક દૃષ્ટિ પ્રસિદ્ધ છે. આ રીતે જૈન-જૈનેતર દનામાં પરમાથ કે નિશ્ચય અને સંતૃતિ કે વ્યવહારદૃષ્ટિને સ્વીકાર કરવામાં આવ્યા છે, પણ એ દનામાં એ એ દૃષ્ટિઓનું કરવામાં આવેલું તત્ત્વનિરૂપણુ સાવ જુદુ જુદુ છે. જોકે જૈનેતર બધાંય દશનામાં નિશ્ચયદૃષ્ટિસ’મત તત્ત્વનિરૂપણ એક નથી, તાપણુ બધાંય મેક્ષલક્ષી દશનામાં નિશ્ચયદૃષ્ટિસંમત આચાર અને ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org