________________
૧૩ અનેકાંતવાદ
અનેકાંત એ જૈન સંપ્રદાયને મુખ્ય સિદ્ધાંત છે, જે તત્ત્વજ્ઞાન અને ધર્મના બન્ને પ્રદેશમાં સભાનપણે માન્ય થયેલ છે. અનેકાંત અને સ્યાદાદ એ બને શબ્દો અત્યારે સામાન્ય રીતે એક જ અર્થમાં વપરાય છે. માત્ર જૈને જ નહિ, પણ જૈનેતર સમજદાર લેક જૈન દર્શન ને જૈન સંપ્રદાયને અનેકાંતદર્શન કે અનેકાંતસંપ્રદાય તરીકે ઓળખે–ઓળખાવે છે. હમેશથી જૈન લેકે પિતાની અનેકાંત સંબંધી માન્યતાને એક અભિમાનની વસ્તુ લેખતા આવ્યા છે અને એની ભવ્યતા, ઉદારતા તેમ જ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે. અહીં આપણે જોવાનું એ છે કે અનેકાંત એ વસ્તુ શું છે? અનેકાંતની સામાન્ય સમજૂતી
અનેકાંત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાઓથી,. બધી બાજુથી ખુલું એવું એક માનસચક્ષુ છે. જ્ઞાનના, વિચારના અને આચરણના કોઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધૂરી બાજુથી જેવા ના પાડે છે અને શક્ય હોય તેટલી વધારેમાં વધારે બાજુએથી, વધારેમાં વધારે વિગતોથી અને વધારેમાં વધારે માર્મિક રીતે તે સર્વ કાંઈ વિચારવા, આચરવાને પક્ષપાત ધરાવે છે. આ તેને પક્ષપાત પણ માત્ર સત્યના પાયા ઉપર જ બંધાયેલ છે. અને કાંતનું જીવિતપણું અગર જીવન એટલે તેની પાછળ, આગળ કે અંદર સર્વત્ર સત્યનું-યથાર્થતાનું વહેણુ. અનેકાંત એ માત્ર કલ્પના નથી,
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org