________________
કમતત્ત્વ
થઈ શકે કે નહીં? એક કમ બીજા કામમાં ક્યારે ફેરવાઈ જાય છે? એમની બંધ સમયની તીવ્ર કે મંદ શક્તિમાં કેવી રીતે ફેરફાર થઈ શકે? પાછળથી વિપાક-ફળ આપનારું કમ પહેલાં જ ક્યારે અને કેવી રીતે ભોગવી લઈ શકાય છે? કમ ગમે તેટલું બળવાન કેમ ન હાય, પણ આત્માના શુદ્ધ પરિણામોથી એ વિપાકને કેવી રીતે રોકી શકાય છે? ક્યારેક કયારેક આત્મા સેંકડો પ્રયત્ન કરે તો પણ કર્મ પિતાને વિપાક ચખાડ્યા વગર કેમ નથી છૂટતું? આત્મા કેવી રીતે કર્મને કર્તા અને ભોક્તા છે? આમ હોવા છતાં પણ વસ્તુતઃ આત્મામાં કર્મનું કર્તુત્વ અને ભક્નત્વ કેવી કેવી રીતે નથી ? સંક્લેશરૂપ પરિણામ પિતાની આકર્ષણશક્તિથી આત્મા ઉપર એક પ્રકારની સૂમ રજનું આચ્છાદન કેવી રીતે નાખી દે છે? આત્મા વિર્ય-શક્તિને પ્રગટાવીને આ સૂક્ષ્મ રજના આચ્છાદનને કેવી રીતે ફગાવી દે છે? સ્વભાવે શુદ્ધ આત્મા પણ કર્મના પ્રભાવે કેવી રીતે મલિન જેવો દેખાય છે? અને બાહ્ય હજાર આવરણ હોવા છતાં પણ આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપથી ચલિત કેવી રીતે નથી થતો ? એ પિતાની ઉત્ક્રાંતિને સમયે પહેલાં બાંધેલાં ઉગ્ર કર્મોને કેવી રીતે દૂર કરી દે છે? એ પિતામાં રહેલા પરમાત્મભાવનાં દર્શન કરવા માટે જ્યારે ઉત્સુક થાય છે તે વખતે એની અને એમાં અંતરાયરૂપ થતાં કર્મોની વચ્ચે કેવું દૂધ જામે છે? છેવટે વયવાન આત્મા કેવી જાતનાં પરિણામોથી બળવાન કર્મોને કમજોર કરીને પિતાના પ્રગતિ માર્ગને નિષ્કટક બનાવે છે? આત્મમંદિરમાં બિરાજતા પરમાત્મદેવને સાક્ષાત્કાર કરાવવામાં સહાયક થતા પરિણામ, જેને “અપૂર્વકરણ” તથા
અનિવૃત્તિકરણ” કહે છે, એમનું સ્વરૂપ શુ છે કે જીવ પિતાના શુદ્ધ પરિણામની પરંપરારૂપી વીજળીક યંત્રથી કમરૂપી પહાડોના કેવી રીતે ટુકડેટુકડા કરી નાખે છે? વળી ક્યારેક ક્યારેક થોડા વખત માટે દબાઈ ગયેલાં કર્મ જ ફરી પાછાં ઊથલે ખાઈને પ્રગતિશીલ આત્માને . કેવી રીતે નીચે પટકી દે છે? બંધ અને ઉદયની દૃષ્ટિએ કયાં કયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org