SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જૈનધર્મને પ્રાણ એમનું કૃત્ય શું એમ જ નિષ્ફળ જવાનું? આવી બધી વાતને ધ્યાનમાં લેતાં એમ માન્યા વગર સંતોષ નથી થતો કે ચેતન એક સ્વતંત્ર તત્વ છે, અને એ જાણતાં-અજાણતાં જે કંઈ સારું-ખોટું કર્મ કરે છે, એનું ફળ એને ભોગવવું જ પડે છે, અને એટલા માટે એને પુનર્જન્મના ચક્રાવામાં ફરવું પડે છે. બુદ્ધ ભગવાને પણ પુનર્જન્મ માનેલ છે. પાકા નિરીશ્વરવાદી જર્મન પંડિત નિબ્બે કર્મચકે પ્રવર્તાવેલ પુનર્જન્મને માને છે. પુનર્જન્મનો આ સ્વીકાર આત્માના સ્વતંત્ર અસ્તિત્વને માનવાને પ્રબળ પુરાવો છે.J. કમતત્વ અંગે જૈન દર્શનની વિશેષતા જૈન દર્શનમાં દરેક કર્મની બધ્યમાન, સત અને ઉદયમાન એ ત્રણ અવસ્થાએ માની છે. એને અનુક્રમે બંધ, સત્તા અને ઉદય કહે છે. જૈનેતર દર્શનમાં પણ કર્મની આ અવસ્થાઓનું વર્ણન છે. એમાં અધ્યમાન કર્મને “ક્રિયમાણ”, “સત ” કર્મને “સંચિત” અને ઉદયમાનને “પ્રારબ્ધ” કહેલ છે પણ જૈન શાસ્ત્રોમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મના ૮ મૂળભેદ તથા ૧૪૮ પ્રભેદોનું વર્ગીકરણ કર્યું છે. અને એ દ્વારા સંસારી આત્માની અનુભવસિદ્ધ ભિન્નભિન્ન અવસ્થાઓન જેવો ખુલાસો કરવામાં આવ્યો છે તેવો કોઈ પણ જૈનેતર દર્શનમાં નથી. પાતંજલ દર્શનમાં કર્મના “જાતિ ', “આયુ' અને ગ” એવા ત્રણ પ્રકારના વિપાક દર્શાવ્યા છે, પરંતુ જૈન દર્શનમાં કરવામાં આવેલ કર્મ સંબંધી વિચારણાની આગળ એ વર્ણન નામનું જ લાગે છે. | આત્માની સાથે કર્મનો બંધ કેવો થાય છે? એનાં કારણે શાં શાં છે? કયા કારણે કર્મમાં કેવી શક્તિ પેદા થઈ જાય છે? વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા વખત સુધી કર્મ આત્માને વળગી રહે છે? આત્માને લાગેલું એવું પણ કમ કેટલા વખત સુધી વિપાક –ફળ આપવામાં અસમર્થ છે? વિપાકના નિશ્ચિત સમયમાં પણ ફેરફાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy