________________
કર્મતત્ત્વ
૨૦૧
અને આ મતનિમહ
સમાવેશ થઈ ચિન
અને યોગ બને માર્ગોને સમાવેશ થઈ જાય છે, કારણ કે સમ્યફચારિત્રમાં મનોનિગ્રહ, ઈદ્રિયજય, ચિત્તશુદ્ધિ, સમભાવ અને એ માટે લેવામાં આવતા ઉપાયોને સમાવેશ થઈ જાય છે. મનોનિગ્રહ, ઇદ્રિયજય વિગેરે સાત્વિક યજ્ઞ જ કર્મમાર્ગ છે અને ચિત્તશુદ્ધિ તેમ જ એને માટે કરવામાં આવતી સમ્પ્રવૃત્તિ એ જ ગમાર્ગ છે. આ રીતે કર્મ ભાગ અને યોગમાર્ગનું મિશ્રણ, એ જ સમ્યક્યારિત્ર છે. સમ્યગ્દર્શન એ જ ભકિતમાર્ગ છે, કારણ કે ભક્તિમાં શ્રદ્ધાનો અંશ મુખ્ય હોય છે, અને સમ્યગ્દર્શન પણ શ્રદ્ધારૂપ જ છે. સમ્યજ્ઞાન જ જ્ઞાનમાર્ગ છે. આ રીતે જૈન દર્શનમાં કહેલાં મોક્ષનાં ત્રણ સાધનો, અન્ય દર્શનેનાં બધાં સાધનોનો સમુચ્ચય છે. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અને પુનર્જન્મ
| કમે અને ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે, એની સંગતિ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આત્માને જડથી જુદું તત્વ માનવામાં આ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જે પ્રમાણોથી જાણી શકાય છે એમાં એક પુનર્જન્મ પણ છે, એટલું જ નહીં બલ્ક વર્તમાન શરીર પછી આત્માનું અસ્તિત્વ માનવામાં ન આવે તે કેટલાય પ્રશ્નોનો નિકાલ નથી થઈ શક્તો.
ઘણુ માણસે એવા જોવામાં આવે છે કે તેઓ આ જન્મમાં પ્રામાણિક જીવન વિતાવે છે, પરંતુ રહે છે દરિદ્ર. અને એવા પણ ભાણસો જોવામાં આવે છે કે જેઓ ન્યાય, નીતિ અને ધર્મનું નામ સાંભળીને ચિડાઈ જાય છે, પરંતુ હોય છે બધી રીતે સુખી. એવા અનેક માણસો મળી શકે છે કે જેઓ પિત દોષ કરે છે અને એ દેશે –અપરાધેનું ફળ ભોગવે છે બીજા. ખૂન એક કરે છે અને બંદીવાન બનીને ફાંસીને માંચડે ચડે છે બીજે. ચોરી એક કરે છે અને પકડ્યો જાય છે બીજે. આ ઉપરથી એ વિચાર કરવો જોઈએ કે જેમને પિતાના સારા કે ખરાબ કૃત્યનો બદલે આ જન્મમાં નથી મળતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org