________________
૧૯૮
જૈનધર્મનો પ્રાણ
પાપ-પુણ્યની કસેટી
[ સામાન્ય લેકે કહે છે કે દાન, પૂજન, સેવા વગેરે ક્રિયાઓ કરવાથી શુભ કર્મને (પુણ્યન) બંધ થાય છે, અને કોઈને દુઃખ દેવું, ઈચ્છા વિરુદ્ધ કામ કરવું વગેરેથી અશુભ કર્મને (પાપને) બંધ થાય છે. પણ આ કંઈ પુણ્ય-પાપને નિર્ણય કરવાની મુખ્ય કસોટી નથી. એક પરોપકારી દાક્તર જ્યારે કોઈનું ઓપરેશન કરે છે ત્યારે એ દર્દીને કષ્ટ તે જરૂર થાય છે; હિતચિંતક મા-બાપ અણસમજી છોકરાને એની ઇચ્છા વિરુદ્ધ ભણાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ બાળકને દુઃખ જેવું જરૂર લાગે છે, પણ એટલા માત્રથી ન તો એ દાક્તર અનુચિત કામ કરનાર લેખાય છે કે ન એ હિતસ્વી મા-બાપ જ દોષને પાત્ર ગણાય છે. આથી ઊલટું, જ્યારે કોઈ માણસ, ભોળા લકાને ઠગવાના ઈરાદાથી કે બીજા કોઈ હલકા ઈરાદાથી દાન, પૂજા વગેરે ક્રિયાઓ કરે છે ત્યારે એ પુણ્યને બદલે પાપનો બંધ કરે છે તેથી પુણ્યબંધ કે પાપબંધની સાચી કસેટી કેવળ ઉપરની ક્રિયા નથી, પણ એની સાચી કસોટી કર્તાનો ઈરાદો જ છે. પુણ્ય-પાપની આ કરી સૌને સામાન્ય રીતે માન્ય છે, કારણ કે આ સિદ્ધાંત સર્વમાન્ય છે કે-“યાદશ ભાવના ચય લિર્મિવતી તાદશી | સાચી નિલેપતા-કમ કયારે ન બંધાય
| સામાન્ય લેક એમ માની લે છે કે અમુક કામ ન કરવાથી આપણને પુણ્ય-પાપનો લેપ નહીં લાગે. તેથી તેઓ એ કામને તે તજી દે છે, પણ મોટેભાગે એમની માનસિક ક્રિયા નથી છૂટતી. તેથી જેઓ પુણ્ય-પાપથી અલિપ્ત રહેવાથી ઇચ્છા ધરાવવા છતાં પણ એનાથી પિતાની જાતને મુક્ત નથી કરી શકતા.
એટલા માટે એ વિચારવું જોઈએ કે સાચી નિર્લેપતા કોને કહેવાય? માનસિક ક્ષોભ અર્થાત કષાયને લેપ (બંધ) કહે છે. જે કષાય ન હોય તે ઉપર જણાવેલી કેાઈ ક્રિયા આત્માને બંધનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org