SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ક તત્ત્વ ww આત્માને ચાટેલા હાય છે, અને દ્રવ્યકમ કહેવાય છે. જૈન દનમાં જે અર્થ માટે ‘ક' શબ્દના પ્રયાગ કરવામાં આવે છે એ અને માટે અથવા એને ભળતા અને માટે જૈનેતર દામાં આ શબ્દો મળે છેઃ માયા, અવિદ્યા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, આશય, ધર્માંધ, અદષ્ટ, સંસ્કાર, દૈવ, ભાગ્ય વગેરે. * . " ' ‘ માયા ’, ‘ અવિદ્યા ’, ‘ પ્રકૃતિ ’ આ ત્રણ શબ્દ વેદાંતમાં મળે છે. એને અ લગભગ જૈન દર્શનના ભાવક' જેવા થાય છે. અપૂર્વ શબ્દ મીમાંસા દર્શીનમાં મળે છે. ‘ વાસના ’શબ્દ ઔદ્ધ દર્શીનમાં પ્રસિદ્ધ છે, પરંતુ યોગ દનમાં પણ એને પ્રયાગ કરવામાં આવ્યા છે. ‘ ધર્માંધમ ’, ‘ અદૃષ્ટ’ અને ‘ સંસ્કાર ’ આ ત્રણ શબ્દોને પ્રયાગ અન્ય દર્શનોમાં પણ મળે છે, પણ વિશેષે કરીને ન્યાય તથા વૈશેષિક દનમાં ‘ દૈવ ’, ‘ ભાગ્ય ’, ‘ પુણ્ય-પાપ ’ વગેરે કેટલાય શબ્દો એવા છે કે જે બધાંય દનામાં સામાન્ય જેવા છે. જેટલાં દર્શોના આત્મ વાદી છે અને પુનર્જન્મને માને છે, એમને પુનર્જન્મની સિદ્ધિને માટે એના સમનને માટે—કમ માનવું જ પડે છે. " ૧૯૭ કર્મનું સ્વરૂપ મિથ્યાત્વ, કષાય વગેરે કારણેાથી પ્રેરાઈને જીવ જે પ્રવૃત્તિ કરે છે તે ‘ક`’ કહેવાય છે. કમનુ આ લક્ષણ ઉપર સૂચવેલ ભાવક તથા વ્યકમ બન્નેને લાગુ પડે છે, કેમ કે ભાવકમાં આત્મા કે જીવત વૈભાવિક પરિણામ છે, તેથી જીવ જ એને ઉપાદાનરૂપ કર્તા છે અને દ્રવ્યક, જે કાણુજાતિના સૂક્ષ્મ પુદ્ગલાના વિકાર છે, એના કર્તા પણ નિમિત્તરૂપે જીવ જ છે. ભાવક'માં દ્રવ્યકમ` નિમિત્ત છે અને દ્રવ્યકમમાં ભાવક' નિમિત્ત છે. આ રીતે આ બન્નેને આપસઆપસમાં ખીજ અને અંકુરના જેવા કાર્યકારણ સંબધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy