________________
આ નવા અને બેવડી જવાબદારીવાળા સ્થાને તે જાણે ભાઈ જગહનદાસની શક્તિ અને સહૃદયતા બેવડી રીતે ઝળકી ઊઠી. એક બાજુ એમણે પિતાની કાર્યદક્ષતા અને કુશાગ્ર બુદ્ધિ તેમ જ અટપટા પ્રશ્નોમાં પણ ઝડપી નિર્ણય લેવાની વિશિષ્ટ શક્તિને લીધે કંપનીના ડાયરેક્ટરોનાં મન જીતી લીધાં; તે બીજી બાજુ મિલનસાર સ્વભાવ, હદયની મીઠાશ અને સરળતા, વ્યવહારકુશળતા અને માનવતાના સગુણોથી પિતાની કંપનીમાં કામ કરતા મજૂરોનાં દિલ વશ કરી લીધાં. કાઈ કાબેલ સંચાલક માટે પણ, અત્યારના સમયમાં, માલિક અને મજૂર બન્નેને રાજી કરીને બન્નેનાં દિલ જીતી લેવાનું કામ ભારે મુશ્કેલ છે. ભાઈ જગમેહનદાસે પિતાના વિશિષ્ટ વ્યક્તિત્વથી એ મુશ્કેલ કામને આસાન કરી બતાવ્યું હતું. એ એમની ચિરસ્મરણીય વિશેષતા છે.
અને આટલું જ શા માટે? જે પ્રદેશને એમણે પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું એ રામગંજમંડીની સામાન્ય જનતામાં પણ તેઓ પાણીમાં સાકરની જેમ ભળી ગયા હતા, અને અવસર મળતાં એની પિતાથી બનતી સેવા કરવાનું કદી ચૂકતા ન હતા. આને લીધે તેઓ એ પ્રદેશની સામાન્ય જનતામાં પણ એટલા જ લોકપ્રિય અને આદરપાત્ર બની શક્યા હતા.
પણ એક દિવસ એવું દુર્ભાગ્ય લઈને ઊગે કે એમની આવી બધી પ્રવૃત્તિઓ થંભી ગઈ વિ. સં. ૨૦૧૪ના ચૈત્ર વદી ૧૩, બુધવાર, તા. ૧૪-૪-૧૯૫૮ના રોજ તેઓ કંપનીને કામે મોટરમાં ભોપાલ તરફ જતા હતા, ત્યારે વચમાં એમની મેટરને અકસ્માત થયો, અને તેઓ સ્વજનો, સ્નેહીઓ, મિત્રો અને પ્રશંસકોને વિલાપ કરતાં મૂકીને સદાને માટે વિદાય થઈ ગયા !
આવા અનેક શક્તિઓને પુંજ સમા, કેવળ કુટુંબની જ નહીં પણું જે જે કાર્યક્ષેત્રમાં એમણે પ્રવેશ કર્યો એ કાર્યક્ષેત્રની પણ આશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org