________________
જૈનધમ ના પ્રાણ
૧૫૮
એ નવે કાટીનું બ્રહ્મચય બહુ વિરલ રીતે પાળી શકે છે. આગળ જે નવ કાટીઓ બતાવી છે તેમાંની મન, વચન અને શરીરથી અનુમતિ આપવાની ત્રણ કાટી એને નથી હોતી; અર્થાત્ એનું ઉત્તમ બ્રહ્મચર્ય આકીની યે કૈાટીએ લીધેલું હેાય છે. આંશિક બ્રહ્મચર્ય લેવાની આ છ પદ્ધતિઓ છે :
(૧) દ્વિવિષે ત્રિવિધે, (૨) દ્વિવિષે દ્વિવિષે, (૩) દ્વિવિષે એકવિધે, તથા (૪) એકવિધે ત્રિવિધે, (૫) એકવિધે દ્વિવિધે, (૬) એકવિધે એકવિધે. આમાંના કાઈ એક પ્રકારને ગૃહસ્થ પેાતાની શક્તિ પ્રમાણે બ્રહ્મચર્ય માટે સ્વીકારે છે. દ્વિવિધે એટલે કરવુ અને કરાવવું એ અપેક્ષાએ અને ત્રિવિધે એટલે મન, વચન અને શરીરથી; અર્થાત્ મનથી કરવા-કરાવવાને ત્યાગ, વચનથી કરવા-કરાવવાને ત્યાગ અને શરીરથી કરવા-કરાવવના ત્યાગ. એ પ્રથમ પદ્ધતિ છે. આ જ રીતે બધી પદ્ધતિઓ લેવાની છે.
૬. બ્રહ્મચર્યના અતિચાર
કાઈ પણ પ્રતિજ્ઞાને લગતાં ચાર દૂષણેા હેાય છે. તેમાં લૌકિક દૃષ્ટિથી દૂષિતપણાનું તારતમ્ય માનવામાં આવે છે. એ ચારે પ્રતિજ્ઞાના ધાતક તેા છે જ, પણ વ્યવહાર તે પ્રતિજ્ઞાના દશ્ય ધાતને જ ધાત માને છે. એ ચારનાં નામ અને સ્વરૂપ આ પ્રમાણે છેઃ
(૧) પ્રતિજ્ઞાને અતિક્રમ કરવા એટલે પ્રતિજ્ઞાના ભંગને માનસિક
સકલ્પ કરવેશ.
(૨) પ્રતિજ્ઞાને વ્યતિક્રમ કરવા એટલે એ સકલ્પની સહાયક સામગ્રીના સંયેાગની ચેાજના કરવી. આ બન્ને દૂષણુરૂપ હોવા છતાં વ્યવહાર એ બન્દેને ક્ષમ્ય ગણે છે, અર્થાત્ મનુષ્યની અપૂર્ણ ભૂમિકા અને તેની આસપાસનું વાતાવરણ જોતાં એ બન્ને દોષા ચલાવી લેવાય ખરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org