________________
તપ અને પરિષહ
૧૩૯ પરંપરાનું વર્ચસ્વ જેવું તેવું ન હતું. સામાન્ય જનતા ભૂલદર્શ–નરી નજરે દેખાતું માનનારી–હોવાથી એ બાહ્ય ઉગ્ર તપ અને દેહદમનને કારણે તપસ્વીઓ પ્રત્યે સહેલાઈથી આકર્ષાય છે. આ એક સનાતન અનુભવ છે. એક તે પાર્શ્વપત્યિક નિગ્રંથ પરંપરાના અનુયાયીઓને તપસ્યાનો સંસ્કાર ગળથુથીમાંથી મળેલ હતું અને બીજું, મહાવીરના અને એમના નિગ્રંથ સંઘના ઉગ્ર તપશ્ચરણને લીધે સાધારણ જનતા, સહજ રીતે જ, નિગ્રંથ તરફ ઝૂકતી હતી. અને તપશ્ચર્યા પ્રત્યે બુદ્ધની શિથિલતા જોઈને એમને પ્રશ્ન પૂછી બેસતી હતી કે જ્યારે બધાય શ્રમણે તપ ઉપર ભાર આપે છે, ત્યારે આપ તપને કેમ નથી માનતા ? ત્યારે બુદ્ધને પિતાના પક્ષને બચાવ પણ કરે હતો અને સાધારણ જનતા અને
અધિકારી વર્ગ તેમ જ રાજા-મહારાજાઓને પિતાનાં મંતવ્ય તરફ આકર્ષવા પણ હતા. તેથી તપની આકરી સમાચના-ટીકા કરવાનું એમના માટે અનિવાર્ય થઈ પડતું. એમણે કર્યું પણ એમ જ. તેઓ તપની ટીકામાં સફળ ત્યારે જ થઈ શકતા હતા કે જ્યારે તેઓ એમ સાબિત કરે કે તપ એ તે માત્ર કષ્ટ જ છે.
એ સમયમાં અનેક તપસ્વીમાર્ગ એવા પણ હતા કે જે કેવળ જુદી જુદી જાતના બાહ્ય કલેશોમાં જ તપની પૂર્ણાહુતિ માનતા હતા.
જ્યાં સુધી એ બાહ્ય માર્ગોની નિરર્થકતાને લાગેવળગે છે ત્યાં સુધી તે બુદ્ધ કરેલું તપસ્યાનું ખંડન સાચું છે, પણ જ્યારે આધ્યાત્મિક શુદ્ધિની સાથે સંકળાયેલ તપસ્યાઓના ખંડનને સવાલ આવે છે ત્યારે એ ખંડન ન્યાયયુક્ત નથી લાગતું. આમ છતાં બુધે તે નિગ્રંથતપસ્યાઓને અનેક વાર છડેચોક વિરોધ કર્યો છે તે એને અર્થ એટલે જ સમજો કે બુદ્ધ નિગ્રંથ પરંપરાના દષ્ટિબિંદુને પૂરેપૂરું ધ્યાનમાં લીધા વગર કેવળ એના બાહ્ય તપ તરફ જ ધ્યાન આપ્યું.. અને બીજી પરંપરાઓના ખંડનની સાથે સાથે નિગ્રંથ પરંપરાના
૧. અંગુત્તરનિકાચ
૦ ૧, પૃ. ૨૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org