________________
જૈનધમ ના પ્રાણ
-
તપને પણ ખેચ્યું. નિથ પર પરાનું તાત્ત્વિક દૃષ્ટિબિંદુ ગમે તે હાય, પણુ મનુષ્યસ્વભાવનું અવલાકન કરતાં, તથા જૈન ગ્રંથામાં આવતાં કેટલાંક વર્ણીનેાને આધારે, આપણે એમ પણ કહી શકીએ કે બધાય નિ તપસ્વી કઈ એવા ન હતા કે જેઓ પેાતાના તપ કે દેહદમનને કેવળ આધ્યાત્મક શુદ્ધિમાં જ ચરિતાર્થ કરતા હોય. આવી સ્થિતિમાં જો ખુદ્દે તથા એમના શિષ્યોએ નિગ્ર ંથ-તપસ્યાનું ખંડન કર્યું હોય તો તે અમુક અંશે સાચું પણ કહી શકાય એમ છે.
જ
ભગવાન મહાવીરે આણેલી વિશેષતા
ખીજા પ્રશ્નનેા જવાબ આપણને જૈન આગમ માંથી જ મળી રહે છે. યુદ્ધની જેમ મહાવીર પણ કેવળ દેહદમનને જીવનનું ધ્યેય ગણતા ન હતા; કારણ કે આવાં અનેક પ્રકારનાં દેહદમન કરનારાએને તાપસ કે મિથ્યા તપ કરનારા કહ્યા છે.ર તપસ્યાની બાબતામાં પણ પાર્શ્વનાથની દષ્ટિ માત્ર દેહદમન કે કાયકલેશપ્રધાન નહીં પણ આધ્યાત્મિક શુદ્ધિના લક્ષવાળી હતી. પણ એમાં તે મુદ્દલ શંક નથી કે નિથ પરંપરા પણુ, કાળના પ્રવાહમાં ખેંચાઈને અને માનવ-સ્વભાવની નિષ્ફળતાનેા ભાગ બનીને, અત્યારની મહાવીરની પરંપરાની જેમ, મુખ્યત્વે દેહદમન તરફ ઢળી ગઈ હતી અને આધ્યાત્મિક ધ્યેય એક બાજુ રહી ગયું હતું. ભગવાન મહાવીરે જે કાંઈ કર્યું. તે એટલું જ કે પરંપરાથી ચાલ્યા આવતા એ સ્થૂલ તપને સંબધ આધ્યાત્મિક શુદ્ધિની સાથે અનિવાર્યપણે જોડી દીધા અને કહી દીધું કે બધી જાતના કાયકલેશ, ઉપવાસ વગેરેથી શરીર અને ઇંદ્રિયનુ દમન, એ ભલે તપ હાય, પણ એ બાહ્ય તપ છે, આભ્યંતર તપ નહીં આભ્યંતર અને આધ્યાત્મિક તપ તે ખીજી જ છે; અને આત્મશુદ્ધિ
૧. ઉત્તરાધ્યયન અ૦ ૧૭. ૨. ભગવતી ૩-૧, ૧૧-૯. ૩. ઉત્તરાધ્યયન અ૦ ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org