________________
૧૨૪
જૈનધર્મને પ્રાણ
કુમારપાળની અહિંસા તે એટલી બધી જાણીતી છે કે ઘણાને આજે તે અતિશયતાવાળી લાગે છે. મોગલ સમ્રાટ અકબરનું મન હરણ કરનાર ત્યાગી જૈન ભિક્ષુ હીરવિજયસૂરિના અને ત્યાર પછીના તેમના અનુગામી શિષ્યના બાદશાહ પાસેથી અહિંસા પરત્વે મેળવેલા ફરમાને હમેશને માટે ઈતિહાસમાં અમર રહે તેવાં છે. આ ઉપરાંત ઠાકરડાઓ, જમીનદારો, લાગવગવાળા અમલદારો અને ગામના આગેવાન પટેલે તરફથી પણ હિંસા ન કરવાનાં મળેલાં વચને જે આપણે મેળવી શકીએ અને મળી આવે તો આ દેશમાં અહિંસાપ્રચારક સંઘે અહિંસાનું વાતાવરણ ઊભું કરવા કેટલે પુરુષાર્થ કર્યો છે એની કંઈક કલ્પના આવે. અહિંસાના પ્રચારને એક પુરા: પાંજરાપેળે
અહિંસાપ્રચારના એક સચેટ પુરાવા તરીકે આપણે ત્યાં પાંજરાપિળની સંસ્થા ચાલી આવે છે. આ પરંપરા ક્યારથી અને કોની દ્વારા અસ્તિત્વમાં આવી એ એકકસ કહેવું કઠણ છે, છતાં ગૂજરાતમાં એને પ્રચાર અને એની પ્રતિષ્ઠા જોતાં એમ માનવાનું મન થઈ જાય છે કે પાંજરાપોળની સંસ્થાને વ્યાપક કરવામાં કદાચ કુમારપાલને અને તેના ધર્મગુરુ આચાર્ય હેમચંદ્રનો મુખ્ય હાથ હેય. આખાયે કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતનું તેમ જ રજપૂતાનાના અમુક ભાગનું કઈ એવું જાણીતું શહેર કે સારી આબાદીવાળો કસબ નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તે નાનાં ગામડાંઓમાં પણ પ્રાથમિક નિશાળો(પ્રાઈમરી સ્કૂલ)ની પેઠે પાંજરાપોળની શાખાઓ છે.
આ બધી પાંજરાપોળ મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેમની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આપણુ પાસે અત્યારે ચોક્કસ આંકડા નથી, પણ મારી સ્થળ અટકળ એવી છે કે દરવર્ષે એ પાંજરાપોળ પાછળ જેને પચાસ લાખથી ઓછો ખર્ચ નથી કરતા, અને એ પાંજરાપળાના આશ્રમમાં કાંઈ નહિ નાનામોટા લાખેક જ સારસંભાળ પામતા હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org