________________
૧૨૨
જૈનધર્મને પ્રાણુ અહિંસા અને અમારિ માનવપ્રકૃતિમાં હિંસા અને અહિંસાનાં બને તો સમાયેલાં છે. હિંદુસ્તાનમાં તેના મૂળ વતનીઓની અને પાછળથી તેમના વિજેતા તરીકે જાણીતા આર્યોની જાહોજલાલી વખતે અનેક જાતનાં બલિદાને તેમ જ યજ્ઞયાગની ભારે પ્રથા હતી અને એમાં માત્ર પશુઓ કે પંખીઓ જ નહિ, પણ મનુષ્ય સુધ્ધાંને બલિ અપાત. ધાર્મિક ગણાતો હિંસાને આ પ્રકાર એટલી હદ સુધી વ્યાપેલ હતો કે તેના પ્રત્યાઘાતથી બીજી બાજુએ એ હિંસાને વિરોધ શરૂ થયો હતો. અને અહિંસાની ભાવનાવાળા પંથ તો ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પણ સ્થપાઈ ગયા હતા. એમ છતાં અહિંસાતત્ત્વના અનન્ય પિષક તરીકે અને અહિંસાની આજની ચાલુ ગંગોત્રી તરીકે તે જે બે મહાન ઐતિહાસિક પુરુષો આપણી સામે છે તે ભગવાન મહાવીર અને બુદ્ધ જ છે. એમના સમયમાં અને એમના પછી હિંદુસ્તાનમાં અહિંસાને જે પોષણ મળ્યું છે, તેનો જેટજેટલી રીતે અને જેટજેટલી દિશામાં પ્રચાર થયો છે તેમ જ અહિંસાતત્વ પરત્વે જે શાસ્ત્રીય અને સૂક્ષ્મ વિચારે થયા છે એની જોડ હિંદુસ્તાનની બહારના કોઈ પણ દેશના ઇતિહાસમાં મળી શકે તેમ નથી. દુનિયાના બીજા દેશો અને બીજી જાતિઓ ઉપર અસાધારણ પ્રભાવ પાડનાર, તેમને જીતનાર અને કાયમને માટે તેમનાં મન હરી લેનાર કોઈ તત્ત્વ હિંદુસ્તાનમાં ઉદ્દભવ્યું હોય તે તે હજારો વર્ષથી આજ સુધી સળંગ એ છેવત્તે અંશે ચાલ્યું આવેલું અને વિકાસ પામેલું અહિંસાતત્ત્વ જ છે. અશેક, સંપ્રતિ અને ખારવેલ
અહિંસાના પ્રચારક જૈન અને બૌદ્ધ સંઘે વ્યવસ્થિત સ્થપાયા પછી તેનું પ્રચારકાર્ય ચોમેર ખૂબ જેસભેર ચાલવા લાગ્યું. એના પુરાવાઓ આજે પણ જીવતા છે. મહાન સમ્રાટ અશોકની ધર્મલિપિએમાં જે ફરમાને છે તે આપણને સ્પષ્ટ જણાવે છે કે અશકે ઉત્સવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org