________________
૧૨૦
જૈનધર્મનો પ્રાણ
અહિંસા-ભાવનાના એ ઝરણાને પૂરનું રૂપ આપવામાં જરૂર અનેકને ભાગ છે, પણ નિગ્રંથ અનગારોનું તે એના સિવાય બીજું કોઈ ધ્યેય જ ન હતું. તેઓ ભારતમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે અહિંસાની ભાવનાનો જ ફેલાવો કર્યો અને જનતાને હિંસામૂલક અનેક વ્યસનોના ત્યાગનો ઉપદેશ આપવામાં જ નિગ્રંથ ધર્મની કૃતકૃત્યતા અનુભવી. જેવી રીતે શંકરાચાર્યે ભારતના ચારે ખૂણાઓમાં મઠની સ્થાપના કરીને બ્રહ્માદૈતને વિજયસ્તંભ રો, એ જ રીતે મહાવીરના અનુયાયી અનગાર નિ એ ભારત જેવા વિશાળ દેશના ચારે ખૂણાઓમાં અહિંસા-અતની ભાવનાના વિજયસ્તંભ રોપ્યા–એમ કહેવામાં આવે તે એમાં અતિશયોક્તિ નહીં લેખાય. લોકમાન્ય તિલકે આ વાતને એવી રીતે કહી હતી કે ગુજરાતની અહિંસા-ભાવના, એ જૈનોનું જ અર્પણ છે. અને ઈતિહાસ આપણને કહે છે કે વૈષ્ણવ વગેરે અનેક વૈદિક પરંપરાઓની અહિંસામૂલક ધર્મવૃત્તિમાં નિJસંપ્રદાયના છેડાઘણુ પ્રભાવે જરૂર ભાગ ભજવ્યો છે. એ વૈદિક સંપ્રદાયના પ્રત્યેક જીવનવ્યવહારની છણાવટ કરવાથી કોઈ પણ વિચારક એ સહેલાઈથી જાણી શકે છે કે એના ઉપર નિર્ચ થેની
અહિંસા–ભાવનાનો રંગ જરૂર લાગે છે. આજે ભારતમાં હિંસામૂલક યજ્ઞયાગાદિ ધર્મવિધિનો સમર્થક પણ પિતાના યજમાનોને પશુવધની પ્રેરણા કરવાની હિંમત નથી કરી શકતે.
- આચાર્ય હેમચંદ્ર ગુર્જરપતિ પરમ માહેશ્વર સિદ્ધરાજ સુધ્ધાને ઘણે અંશે અહિંસાની ભાવનાથી પ્રભાવિત કર્યા હતા. આનું ફળ અનેક દિશાઓમાં સારું આવ્યું. અનેક દેવ-દેવીઓની સામે ખાસ ખાસ પર્વોમાં થતી હિંસા બંધ થઈ ગઈ; અને આવી હિંસાને અટકાવવાના એક વ્યાપક આંદોલનનો પાયો નંખાઈ ગયો. સિદ્ધરાજના ઉત્તરાધિકારી ગુર્જરપતિ કુમારપાળ તે પરમહંત જ હતા. એ યથાર્થ રૂપે પરમહંત એટલા માટે ગણાયા કે એમણે અહિંસાની ભાવનાને જેવી અને જેટલી પરિપુષ્ટ કરી, અને જે એને ફેલાવો કર્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org