________________
અહિંસા
પાશ્વનાથને હિંસાવિધ
ઈતિહાસકાળમાં ભગવાન પાર્શ્વનાથનું સ્થાન આવે છે. એમનું જીવન કહે છે કે એમણે અહિંસાની ભાવનાને વિકસિત કરવા માટે એક જુદું જ પગલું ભર્યું. પંચાગ્નિ જેવી તામસ [ –તમેગુણથી પ્રેરિત ] તપસ્યાઓમાં સક્ષ્મ-સ્થૂળ પ્રાણીઓને વિચાર કર્યા વગર જ અગ્નિ પ્રગટાવવાની પ્રથા હતી, તેથી ક્યારેક ક્યારેક બળતણની સાથે બીજા જીવો પણ બળી જતા હતા. કાશીરાજ અશ્વસેનના પુત્ર પાર્શ્વનાથે આવી હિંસાજનક તપસ્યાને ઘેર વિરોધ કર્યો અને ધર્મ ક્ષેત્રમાં અવિવેકને લીધે થનારી હિંસાના ત્યાગ તરફ લેકમત કેળવ્યો. ભગવાન મહાવીરે કરેલી અહિંસાની પ્રતિષ્ઠા
પાર્શ્વનાથે પુષ્ટ કરેલી અહિંસાની ભાવના નિગ્રંથનાથ જ્ઞાતપુત્ર મહાવીરને વારસામાં મળી. એમણે યજ્ઞયાગ વગેરે જેવા ધર્મનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં થતી હિંસાનો, તથાગત બુદ્ધની જેમ, એકાંત વિરોધ કર્યો, અને ધર્મક્ષેત્રમાં અહિંસાની એટલી પ્રતિષ્ઠા કરી કે, તે પછી તે અહિંસા જ ભારતીય ધર્મોને પ્રાણ બની ગઈ. ભગવાન મહાવીરની ઉગ્ર અહિંસાપરાયણ જીવનયાત્રા તથા એકાગ્ર તપસ્યાએ એ વખતના અનેક પ્રભાવશાળી બ્રાહ્મણો અને ક્ષત્રિયોને અહિંસાની ભાવના તરફ આકર્ષ્યા. પરિણામે જનતામાં સામાજિક તથા ધાર્મિક ઉત્સવમાં અહિંસાની ભાવનાએ પિતાનો પાયો નાખી દીધો, કે જેના ઉપર નિગ્રંથ પરંપરાની ભવિષ્યની પેઢીઓની કારકિર્દીનો મહેલ ઊભો થયો. અહિંસાના અન્ય પ્રચારકે
અશોકના પૌત્ર સંપ્રતિએ પોતાના પિતામહના અહિંસક સંસ્કારના વારસાને આર્ય સુહસ્તીની નિશ્રામાં વિશેષ સમૃદ્ધ કર્યો. સંપ્રતિએ કેવળ પિતાને આધીન રાજ્યપ્રદેશોમાં જ નહી, બલ્ક પિતાના રાજ્યની સીમાની બહાર પણ, જ્યાં અહિંસક જીવનવ્યવહારનું નામનિશાન પણ ન હતું, ત્યાં અહિંસાની ભાવનાને પ્રચાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org