SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જૈનધર્મને પ્રાણ નિર્ણય નથી થઈ શકત. સાચેસાચ હિંસા પ્રમાદ–અયતના અસંયમમાં જ છે, પછી ભલે કઈ જીવને ઘાત ન પણ થતો હેય. એ જ રીતે જે અપ્રમાદ કે યતના–સંયમ સુરક્ષિત હોય તે જવઘાત જોવામાં આવે છતાં પણ ખરી રીતે અહિંસા જ છે. જૈન ઉહહની કસિક ભૂમિકા ઉપરના નિયમ ઉપરથી અહિંસાને લગતા જૈન ઊહાપેહની નીચે જણાવેલી કમિક ભૂમિકાએ ફલિત થાય છે – (૧) પ્રાણ નાશ હિંસા રૂપ હોવાથી એને રોકવો, એ જ અહિંસા છે. (૨) જીવનધારણની સમસ્યામાંથી ફલિત થાય છે કે જીવન–ખાસ કરીને સંયમી જીવન–માટે અનિવાર્ય લેખાતી પ્રવૃત્તિઓ આદરતાં કદાચ જીવઘાત થઈ પણ જાય, છતાં જે પ્રમાદ ન હોય તો એ જીવાત હિંસારૂપ ન બનતાં અહિંસા જ છે. • (૩) જે સંપૂર્ણપણે અહિંસક રહેવું હોય તે, ખરી રીતે અને સૌથી પહેલાં, ચિત્તમાં રહેલ કલેશ(પ્રમાદ)નો જ ત્યાગ કરવો જોઈએ. એ થયો તે સમજવું કે અહિંસા સિદ્ધ થઈ બાહ્ય પ્રવૃત્તિઓ સાથે અહિંસાને કોઈ અનિવાર્ય સંબંધ નથી; એને નિયત સંબંધ માનસિક પ્રવૃત્તિઓની સાથે છે. (૪) વ્યક્તિગત કે સામૂહિક જીવનમાં એવાં પણ અપવાદસ્થાને આવે છે કે જ્યારે હિંસા કેવળ અહિંસા જ નથી રહેતી ઊલટી એ ગુણવર્ધક પણ બની જાય છે. આવા અપવાદરૂપ સ્થાનમાં, જે કહેવાતી હિંસાથી ડરીને, એનું આચરણ કરવામાં ન આવે તે ઊલટાને દેષ લાગે છે. જેને અને મીમાંસકે વગેરે વચ્ચે સામ્ય જૈન અહિંસાના ઉત્સર્ગ અપવાદની આ ચર્ચા બરાબર અક્ષરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy