________________
જૈનધર્મને પ્રાણ જીવનશોધનના મૌલિક પ્રશ્નોની એકતા
આ રીતે આપણે જોયું કે જૈન દર્શનમાં મુખ્ય બે ભાગ છેઃ એક તત્વચિંતનને અને બીજે જીવનશોધનનો. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ કે વૈદિક દર્શનની કોઈ પણ પરંપરા લે કે બૌદ્ધ દર્શનની કઈ પરંપરા છે અને તેને જેન દર્શનની પરંપરા સાથે સરખાવો તે એક વસ્તુ સ્પષ્ટ જણાશે કે આ બધી પરંપરાઓમાં જે ભેદ છે તે બે બાબતમાં છે એક તે જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતન પર અને બીજે આચારનાં સ્થળ તેમ જ બાહ્ય વિધિવિધાનો અને સ્થૂળ રહેણીકરણી વિશે. પણ આર્ય દાનની દરેક પરંપરામાં જીવનશોધનને લગતા મૌલિક પ્રશ્નો અને તેના ઉત્તરમાં જરા પણ તફાવત નથી. કાઈ ઈશ્વર માને કે નહિ, કઈ પ્રકૃતિવાદી હોય કે કઈ પરમાણુવાદી, કાઈ આત્મભેદ સ્વીકારે કે આત્માનું એકત્વ સ્વીકારે, કઈ આત્માને વ્યાપક અને નિત્ય માને કે કાઈ તેથી ઊલટું માને, એ જ રીતે કોઈ યજ્ઞયાગ દ્વારા ભક્તિ ઉપર ભાર મૂકે કે કોઈ વધારે કડક નિયમને અવલંબી ત્યાગ ઉપર ભાર મૂકે; પણ દરેક પરંપરામાં આટલા પ્રશ્નો એકસરખા છે : દુઃખ છે કે નહિ ? હેય તે તેનું કારણ શું? તે કારણને નાશ શક્ય છે? અને શક્ય હોય તે કઈ રીતે? છેવટનું સાધ્ય શું હોવું જોઈએ ? આ પ્રશ્નોના ઉત્તરો પણ દરેક પરંપરામાં એક જ છે. ભલે શબ્દભેદ હોય, સંક્ષેપ કે વિસ્તાર હેય, છતાં દરેકને ઉત્તર એ જ છે કે અવિદ્યા અને તૃષ્ણ એ દુઃખનાં કારણે છે. તેને નાશ સંભવિત છે. વિદ્યાર્થી અને તૃષ્ણા છેદ દ્વારા દુઃખનાં કારણોને નાશ થતાં જ દુઃખ આપોઆપ નાશ પામે છે, અને એ જ જીવનનું મુખ્ય સાધ્ય છે. આર્ય દર્શનની પરંપરા જીવનશોધનના મૌલિક વિચાર વિશે અને તેના નિયમ વિશે તદ્દન એકમત છે. તેથી અહીં જૈન દર્શન વિશે કાંઈ પણ કહેતાં મુખ્યપણે તેની જીવનશોધનની મીમાંસાનું જ સંક્ષેપમાં કથન કરવું વધારે પ્રાસંગિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org