________________
જૈનધમ ના પ્રાણ
૬
થયેલું. જેમ તે આત્મતત્ત્વ અનાદિ છે તેમ દેશ અને કાળ એ બન્ને દૃષ્ટિએ તે અનંત પણ છે; અને તે આત્મતત્ત્વ દેહભેદે ભિન્ન ભિન્ન છે, વાસ્તવિક રીતે તે એક નથી.
ત્રીજો વિચારપ્રવાહ એવા પણ હતા કે જે બાહ્ય વિશ્વ અને આંતરિક જીવજગત બન્નેને કાઈ એક અખંડ સત્તત્ત્વનું પરિણામ માનતા અને મૂળમાં બાહ્ય કે આંતરિક જગતની પ્રકૃતિ કે કારણમાં કશા જ ભેદ માનવા ના પાડતા.
જૈન વિચારપ્રવાહનું સ્વરૂપ
ઉપરના ત્રણ વચારપ્રવાહને અનુક્રમે આપણે અહીં પ્રકૃતિવાદી, પરમાણુવાદી અને બ્રહ્મવાદી નામથી એળખીશું. આમાંથી પ્રથમના એ વિચારપ્રવાહાને વિશેષ મળતા અને છતાં તેનાથી જુદા એવા એક ચેાથેા વિચારપ્રવાહ પણ સાથે સાથે પ્રવતા હતા. એ વિચારપ્રવાહ હતા તે પરમાણુવાદી પણ તે ખીજા વિચારપ્રવાહની પેઠે ખાદ્ય વિશ્વના કારણભૂત પરમાણુઓને મૂળમાંથી જુદી જુદી જાતના માનવાની તરફેણ કરતા ન હતા, પણ મૂળમાં બધા જ પરમાણુએ એક સમાન પ્રકૃતિના છે એમ માનતા. અને પરમાણુવાદ સ્વીકારવા છતાં તેમાંથી માત્ર વિશ્વ ઉત્પન્ન થાય છે એમ પણ ન માનતાં, તે પ્રકૃતિવાદીની પેઠે પરિણામ અને આવિર્ભાવ માનતા હેાવાથી, એમ કહેતા કે પરમાણુકુંજમાંથી બાહ્ય વિશ્વ આપોઆપ પરિણમે છે. આ રીતે આ ચેાથા વિચારપ્રવાહનું વલણ પરમાણુવાદની ભૂમિકા ઉપર પ્રકૃતિવાદના પરિણામની માન્યતા તરફ હતું.
તેની એક વિશેષતા એ પણ હતી કે તે સમગ્ર ખાદ્ય વિશ્વને આવિર્ભાવવાળું ન માનતાં તેમાંથી કેટલાંક કાર્યાંતે ઉત્પત્તિશીલ પણુ માનતા. તે એમ કહેતા કે બાહ્ય વિશ્વમાં કેટલીય વસ્તુઓ એવી છે કે જે કાઈ પુરુષના પ્રયત્ન સિવાય જ પોતાના પરમાણુરૂપ કારણામાંથી જન્મે છે. તેવી વસ્તુએ તલમાંથી તેલની પેઠે પોતાના કારણમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org