SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્વજ્ઞાન ૮૭ માત્ર આવિર્ભાવ પામે છે, પણ તદ્દન નવી ઉત્પન્ન નથી થતી; જ્યારે બાહ્ય વિશ્વમાં ઘણું વસ્તુઓ એવી પણ છે કે જે પિતાનાં જડ કારણે માંથી ઉત્પન્ન થાય છે, પણ પિતાની ઉત્પત્તિમાં કઈ પુરુષના પ્રયત્નની અપેક્ષા રાખે છે. જે વસ્તુઓ પુરુષના પ્રયત્નની મદદથી જન્મ લે છે તે વસ્તુઓ પિતાનાં જડ કારણેમાં તલમાં તેલની પેઠે પેલી નથી હતી, પણ તે તે તદ્દન નવી જ ઉત્પન્ન થાય છે. જેમ કેઈ સુતાર જુદા જુદા લાકડાઓના કટકા એકઠા કરી તે ઉપરથી એક ઘોડે બનાવે ત્યારે તે ઘેડે લાકડાના કટકાઓમાં છુપો નથી હોત, જેમ કે તલમાં તેલ હોય છે, પણ ઘોડો બનાવનાર સુતારની બુદ્ધિમાં કલ્પનારૂપે હોય છે અને તે લાકડાના કટકા દ્વારા મૂર્તરૂપ ધારણ કરે છે. જે સુતાર ધારત તે એ જ લાકડાના કટકામાંથી ઘોડે ન બનાવતાં ગાય, ગાડી કે બીજી તેવી વસ્તુ બનાવી શકત. તલમાંથી તેલ કાઢવાની બાબત આથી તદ્દન જુદી છે. કોઈ ગમે તેટલે વિચાર કરે કે ઈચ્છે છતાં તે તલમાંથી ઘી કે માખણ તે ન જ કાઢી શકે. આ રીતે પ્રસ્તુત ચોથે વિચારપ્રવાહ પરમાણુવાદી છતાં એક બાજુ પરિણામ અને આવિર્ભાવ માનવાની બાબતમાં પ્રકૃતિવાદી વિચારપ્રવાહની સાથે મળતું હતું, અને બીજી બાજુ કાર્ય તેમ જ ઉત્પત્તિની બાબતમાં પરમાણુવાદી બીજા વિચારપ્રવાહને મળતું હતું. - આ તે બાહ્ય વિશ્વની બાબતમાં ચોથા વિચારપ્રવાહની માન્યતા થઈ પણ આત્મતત્વની બાબતમાં તે એની માન્યતા ઉપરના ત્રણે વિચારપ્રવાહો કરતાં જુદી જ હતી. તે માનતો કે દેહભેદે આત્મા ભિન્ન છે, પરંતુ એ બધા જ આત્માઓ દેશદષ્ટિએ વ્યાપક નથી તેમ જ માત્ર ફૂટસ્થ પણ નથી. એ એમ માનતા કે જેમ બાહ્ય વિશ્વ પરિવર્તનશીલ છે તેમ આત્માઓ પણ પરિણમી હાઈ સતત પરિવર્તનશીલ છે. આત્મતત્વ સંકોચ-વિસ્તારશીલ પણ છે અને તેથી તે દેહપ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy