________________
જૈન સંસ્કૃતિનું હૃદય
૭૩ વિચારમાં બહિષ્કૃત મનાયેલ દેવ-દેવીઓ, જેમનો જૈન સંસ્કૃતિના ઉદ્દેશની સાથે કશો મેળ નથી, તેઓ ફરી પાછાં, ભલે ગૌણ રૂપે જ કાં ન હાય, સ્તુતિ-પ્રાર્થના દ્વારા પેસી જ ગયાં. જૈન પરંપરાએ ઉપાસનામાં પ્રતીકરૂપે માનવમૂતિને સ્થાન આપ્યું, કે જે એના ઉદ્દેશની સાથે સુસંગત છે. પણ સાથે જ એની આસપાસ શંગાર અને આડંબરની એટલી સામગ્રી ભેગી થઈ ગઈ કે જે નિવૃત્તિના લક્ષની સાથે સાવ અસંગત છે. સ્ત્રી અને દ્ધને આધ્યાત્મિક સમાનતાને સગપણે ઊંચે ઊઠાવવાનો તથા સમાજમાં માનભર્યું સ્થાન અપાવવાને જૈન સંસ્કૃતિનો જે ઉદ્દેશ હતો તે એટલી હદે લુપ્ત થઈ ગયો કે, એણે કેવળ શદ્રોને અપનાવવાની ક્રિયા જ બંધ કરી દીધી, એટલું જ નહીં, બધે એણે બ્રાહ્મણ-ધર્મપ્રસિદ્ધ જાતિની દીવાલ પણ ઊભી કરી દીધી ! તે એટલી હદે કે જ્યાં બ્રાહ્મણ પરંપરાનું પ્રાધાન્ય હતું ત્યાં એણે શુદ્ર કહેવાતા લોકોને અજૈન કહીને પિતાના ઘરમાંથી પણ બહાર કાઢી મૂક્યા ! અને શરૂઆતમાં જે જૈન સંસ્કૃતિ જાતિ-ભેદનો વિરોધ કરવામાં ગૌરવ માનતી હતી, એણે દક્ષિણ ભારત જેવા પ્રદેશોમાં નવા જાતિભેદનું સંજન કરી દીધું તથા સ્ત્રીઓને પૂર્ણ આધ્યાત્મિક યોગ્યતાને માટે અસમર્થ જાહેર કરી દીધી ! આ સ્પષ્ટ રીતે કદર બ્રાહ્મણ પરંપરાની જ અસર છે. મંત્ર, જ્યોતિષ વગેરે વિદ્યાઓ, જેમને જૈન સંસ્કૃતિના ધ્યેયની સાથે કશો સંબંધ નથી, એ પણ જૈન સંસ્કૃતિમાં આવી ગઈ. આટલું જ નહીં, બલ્ક આધ્યાત્મિક જીવન સ્વીકારનારા અનગારેએ સુધ્ધાં એ વિદ્યાઓને અપનાવી. યપવીત [ જનોઈ] વગેરે જે સંસ્કારને મૂળમાં જૈન સંસ્કૃતિ સાથે કશો જ સંબંધ ન હતો, એ જ મધ્યયુગમાં દક્ષિણ હિંદુસ્તાનમાં જૈન સંસ્કૃતિનું એક અંગ બની ગયા અને એને માટે, બ્રાહ્મણ પરંપરાની જેમ, જૈન પરંપરામાં પણ એક પુરોહિતવર્ગ કાયમ થઈ ગયો. યજ્ઞયાગાદિનું બરાબર અનુકરણ કરવાવાળા ક્રિયાકાંડે પ્રતિષ્ઠા વગેરે વિધિઓમાં પેસી ગયા. આ તેમ જ આવી બીજી અનેક નાની-મોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org