________________
લોકસ્વરૂપ ભાવના –
૪
પરિચય –
૧. ૨. આ ભાવનામાં આપણે વિશ્વરચનાના સ્વરૂપમાં દાખલ થઈએ છીએ. એ વિશ્વરચના અનાદિ કાળથી ચાલી આવેલી છે. એને કોઈએ બનાવેલ નથી, બનાવવાનું શક્ય કે સંભવિત પણ નથી અને બનાવનાર શેમાંથી બનાવે ? શા માટે બનાવે ? અને બનાવે તે આવી સૃષ્ટિ બનાવે એ વાત કોઈપણ રીતે ગળે ઉતરે તેમ નથી. જે ભૂતદયા સુણામાં હેવી જોઈએ તે પૃથ્વી કે વિશ્વ બનાવે તો આવું દુઃખમય, ત્રાસ આપનાર વિશ્વ શા માટે બનાવે ? એ કલ્પનામાં ઉતરે તેમ નથી. આ સૃષ્ટિકર્તુત્વને પ્રશ્ન ઘણો વિશાળ છે. ન્યાયની કટિ પાસે તે કઈ રીતે ટકી શકે તેમ નથી. એટલી પ્રાસંગિક ટીકા સાથે એ અતિ મહત્ત્વના આદિ પ્રશ્નને આપણે સંકેલી લેવું જ પડે. આ ભાવનામાં એને સ્થાન નથી.
ભૂગોળ–વિશ્વ સંબંધી જેન શાસ્ત્રકારોને કેવો ખ્યાલ છે તે આપણે આ સ્થળે વિચારી જઈએ. એના સંબંધમાં ઘણું શાસ્ત્રગ્રંથ છે. ક્ષેત્રસમાસ, સંઘયણી, સૂર્યપન્નત્તિ, ચંદ્રપન્નત્તિ વિગેરે એ વિષયના ખાસ ગ્રંથે ઉપરાંત મૂળ સૂત્રમાં જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ વિગેરેમાં લોકનું વર્ણન છૂટું છવાયું અનેક સ્થાનકે કરવામાં આવ્યું છે. તે અનુસાર કેટલીક વિચારણા અત્ર કરી એનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીએ. એની સમજણ થયા પછી, એને અંગે ભાવના કેવી રીતે ભાવવી તેનો પણ વિચાર કરશું. અહીં તો વિશ્વને સાદે ખ્યાલ આપી શકાય તેમ છે, કારણ કે આ ગ્રંથને ઉદ્દેશ ભાવનાનો છે. વસ્તુસ્વરૂપ સંક્ષેપમાં બતાવ્યા પછી ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org