________________
લોકસ્વરૂ૫-ભાવના
૭૫
નાના વિશાળ માર્ગ પર ઉતરી, આપણે આ શાંતસુધારસને આસ્વાદ લેવા યત્ન કરશું.
આ વિAવના પ્રથમ ત્રણ વિભાગ કરવામાં આવ્યાં છે: અધોલોક, તિર્યકુ અથવા મત્યુલોક અને ઊર્વીલોક. એના આકારને ખ્યાલ આપવા માટે એક લેકપુરુષની કલ્પના કરી છે. જાણે એક પુરુષ બંને પગ ખૂબ પહોળા કરી, બને હાથે કેડ પર લગાવી ઊભે છે. આ લેક પુરુષની કેડ બહુ પાતળી છે. એ કેડ–કમરની નીચેના ભાગમાં અધેલક આજે છે, જેને આકાર છત્ર ઉપર છત્ર મૂક્યું હોય તેવો છે. કેડ પાસે તિર્યમ્ લેક આવે છે. કેડની ઉપરના ભાગમાં ઊર્ધ્વ લોક આવે છે.
એ લેકનું માપ રજુથી કરવામાં આવે છે. એક રજુનું માપ નીચેની રીતે કરવાનું છે. જબૂદ્વીપ મધ્યદ્વીપ છે તે એક લાખ જન પ્રમાણ છે, એટલે તેની મધ્યરેષા તેટલી છે. તેની ફરતો ચારે તરફ લવણસમુદ્ર છે તેની લંબાઈ પહોળાઈ બે લાખ એજનની છે. તેની ફરતો ધાતકીખંડ છે તે ચાર લાખ જોજન પહોળે લાંબો છે. તેની ફરતો કાલેદધિ સમુદ્ર છે તે આઠ લાખ જેજન લાંબો પહોળો છે. ત્યારપછી પુષ્કરવર દ્વીપ છે તે સેળ લાખ જેજન લાંબે પહાળે છે. ત્યારપછી એક સમુદ્ર અને એક દ્વિીપ એમ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ અસંખ્ય દ્વીપ–સમુદ્રનું જે એકંદર માપ થાય તેને એક રજજુનું માપ ગયું છે.
એ હિસાબે અધેલક જે સંભૂતળા પૃથ્વી નીચે ૯૦૦ જોજન પછી શરૂ થાય છે તેનું ઊંચાઈનું માપ સાત રજજુપ્રમાણ છે. તિર્યલક પહોળાઈમાં એક રજજુ પ્રમાણ છે. ઊંચાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org