________________
શ્રીશાંતસુધારસ આમાં અનેક આકારોને અવકાશ છે. જેનોના એ મુદ્રાલેખ છે. હૃદયમાં નોંધી રાખવા યોગ્ય છે.
આ ભાવનામાં ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થતી વસ્તુનું પત્રક આપ્યું છે તે ધર્મની આદેયતા બતાવવા માટે છે. એ આદશથી ધર્મ આદરવાની સૂચના નથી, પણ એવાં ફળ તો આગંતુક છે અને તે જરૂર મળે જ છે એ બતાવવા પૂરતો એને ઉપગ છે. અષ્ટકમાં બાર સંબંધનો ધર્મના કહ્યા છે તે ખાસ ધ્યાન આપવા ગ્ય છે અને ચિત્તવૃત્તિ સન્મુખ રાખવા ગ્ય છે. ઉપાધ્યાય શ્રીમનિયવિજયજીએ અષ્ટકની સાતમી ગાથામાં રમત “અનુક્રમે ” શબ્દ વાપરી આખા લેખને અસાધારણું ઝોક આપે છે. અનુકમે જ્ઞાનાદિ આપી–પ્રાપ્ત કરાવી છેવટે નિશેચસ–મોક્ષ અપાવે છે એ આખી ભાવનાનો ખાસ મુદ્દો છે.
આ ભાવના પર દૃષ્ટાતો પારવગરનાં છે, પણ ખાસ આકર્ષક દૃષ્ટાન્ત શ્રી ગૌતમસ્વામીના ૧૫૦૩ શિષ્યાનું મને લાગ્યું છે. એ તપ કરનાર ઋષિઓ હતા અને પ્રગતિમાં ત્રણ કક્ષાએ વહેંચાઈ ગયેલા હતા. કે પ્રથમ, કઈ દ્વિતીય અને કઈ તૃતીય ભૂમિકા પર હતા. દરેક ભૂમિકામાં ૫૦૧ હતા. ત્યાગરુચિવાળા હતા, પણ માર્ગ બતાવનાર કોઈ મળ્યા નહોતા. એમનું સાધ્ય આઠ ભૂમિકા પર ચડવાનું હતું, પણ એના માર્ગથી અજાણ્યા હતા. શ્રી વીરપરમાત્માના તવરહસ્યને સમજનાર શ્રી ગૌતમસ્વામીને એની ચાવીઓ જણાયલી હતી અને એમણે જેવું માર્ગજ્ઞાન કરાવ્યું કે એ સર્વ શિષ્ય ભૂમિકા ચડવા લાગ્યા. ત્યાગ હતો પણ માર્ગજ્ઞાન નહોતું એ સંત્સંગતિથી પ્રાપ્ત થઈ ગયું અને પછી તો રસ્તો સીધે હતો. એમને માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org