________________
ધર્મભાવના
કામ અને મોક્ષ. તેમાં પણ અર્થ અને કામ ધર્મને વિરોધ ન આવે તે રીતે સાધવાનાં છે. એ વાત મુશ્કેલ છે, પણ અશક્ય નથી. પૈસા પેદા કરવામાં જ્યાં અન્યાય થાય ત્યાં ધર્મભાવિત આત્મા ખસી જાય. કામ પુરુષાર્થ સાધતાં એ પરસ્ત્રી તરફ નજર ન કરે, સ્વદારામાં પણ નિયમિત થઈ જાય અને કાળે અકાળે કામવિવશ ન થાય. કામ શબ્દમાં સર્વ ઇંદ્રિયના ભેગોને સમાવેશ થાય છે. અર્થ તેમજ કામને ગણ રાખી ધર્મ પુરુષાર્થ સાધનાર પરંપરાએ મેક્ષ પુરુષાર્થ સાધે છે, એ તાત્પર્ય ધ્યાનમાં રાખવાની બહુ જ જરૂર છે. મનુષ્યભવનું સાફલ્ય પુરુષાર્થસિદ્ધિમાં છે. આ વાત વારંવાર લક્ષ્ય પર રાખવાની અતિ આવશ્યકતા છે.
ધર્મ વિચારણામાં દાન, શીલ, તપ અને ભાવની વિચારણા પૂર્વ પરિચયમાં કરી છે તે ત્યાંથી જાણું લેવી. માર્ગાનુસારીના ૩૫ ગુણે યેગશાસ્ત્રમાંથી જોઈ લેવા, દ્રવ્ય ભાવ શ્રાવકના ગુણે ધર્મરત્ન પ્રકરણથી જાણવા અને ખાસ કરીને ક્ષમાદિ દશ ધર્મોને મહાઆજ્ઞા તરીકે આદરવા એ આજ્ઞાઓને બહુ પ્રકારે સમજવાની જરૂર છે. સ્થળસંકેચથી અત્ર તે પર વધારે લખવું અશક્ય છે. મુદ્દો પૂર્વ પરિચયમાં બતાવી દીધો છે. (જુઓ ગાથા રહ) એ ધર્મો સર્વ પ્રાણીઓ માટે છે. અનુકૂળતા પ્રમાણે તેને આદર કરે.
એના ટૂંકા વાક્યો નીચે પ્રમાણે થાય:--
૧ તું ક્ષમા રાખ. ૪ તું લેભને છાંડ. ૭ તું સાચું બોલ. ૨ તું નિરભિમાની થા. પ તું તપ કર. ૮ તું પવિત્ર રહે. ૩ તું સરળ થા. ૬ તું સંયમ રાખ. ૯ તું મૂચ્છ છાંડ
૧૦ તું બ્રહ્મચર્ય પાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org