________________
શ્રી શાંતસુધારસ
સંપત્તિ, વૈભવ ધર્મથી પ્રાપ્ત થાય છે. હવે એ જ ઐશ્વર્યથી જે એ ધર્મને હશે તો એ સ્વામીદ્રોહને પાતકી બને છે અને એવા સ્વામીદ્રોહીનું સારું કેમ થાય ? આ વાત જરા સ્પષ્ટ કરીએ. ધર્મથી કોઈને બે પાંચ લાખ રૂપીઆ મળે. એ ધનને ઉપભેગ કરતાં એ વેશ્યાઓમાં રખડે, અભક્ષ્ય ખાવાના પાશમાં પડી જાય, અન્ય પાપ કાર્યો કરે તો તેથી ધર્મનો નારા થાય. એટલે જે ધર્મથી એને ઐશ્વર્ય મળ્યું એ જ ઐશ્વર્યથી ધર્મને ઘાત થયો. ઐશ્વર્યનો સ્વામી ધર્મ. એ ધર્મનો નાશ કરનાર– સ્વામી-દ્રોહ કરનાર થયો. એવું કરે એનું કેમ સારું થાય ? એની પ્રગતિ કેમ થઈ શકે ? મતલબ કે, ધર્મના પ્રતાપે જે પ્રાપ્તિ થાય તેને ઉપગ પ્રગતિવર્ધક માગે થે ઈષ્ટ છે. આ તો આડકતરી વાત થઇ.
મુખ્ય નજરે ધર્મથી જે કાંઈ મળે તે ધર્મસંવર્ધક તરીકે ઉપયોગમાં લેવું યેગ્ય ગણાય. ઘણું વાર નિર્બળતાને કારણે પ્રાણી ધર્મ આદરે છે, તે પણ પૂર્ણ લાભ ન આપે. પૂરતા ઉત્સાહથી, પ્રેમથી, આત્મવીર્યના ઉલ્લાસથી ધર્મની આસેવના કરવી અને આત્મધર્મ ઉપર સતત નજર રાખવી. એ કેમ વધે? એમાં કેમ પ્રગતિમાન થવાય ? એની સતત ચિંતા રાખવી અને ત~ાગ્ય સાધનને પૂરતો લાભ લેવો. પૂર્વસંચિતથી પિતાને ધનસંપત્તિ કે જ્ઞાનલાભ મળ્યા હોય તેને ઉપયોગ ધર્મપ્રગતિમાં જ કરવો. નિરંતર યાદ રાખવું કે અત્યારે જે લાભ મળે છે તેને ઉપગ પ્રગતિ–વિકાસ કરવામાં કરવાને છે અને આવો અવસર વારંવાર મળતો નથી.
આ જીવનમાં ચાર પુરુષાર્થો સાધવાનાં છે: ધર્મ, અર્થ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org