________________
ધર્મભાન્વન્ના
૫૯ સમજે અને સમજીને તેને સ્વીકાર કરે. જયાં સુધી માત્ર બાહ્યવૃત્તિ હોય ત્યાં સુધી ધર્મનાં રહસ્ય પામવાં દુર્લભ છે.
સાધનધર્મોને ઉપયોગ કરતાં શુભ કર્મબંધ થાય છે તેથી આ ભવમાં ને પરભવમાં અનેક ઐહિક લાભો મળે છે. ધન, સ્ત્રી, મિત્ર, પરિવાર આદિ મળે તેને ધર્મનું ફળ આ સાદા-વ્યવહારિક અર્થમાં સમજવાનું છે. ધર્મને આદર આવા લાભ માટે ન જ હોય, પણ પ્રાથમિક દશામાં પ્રાણી પાસે મેટી વાતો અને મહાન ત્યાગનાં આદર્શો રજૂ કરવામાં આવે તો પ્રાણ કદાચ મુંઝાઈ જાય. શ્રી ઉપમિતિના પ્રથમ પ્રસ્તાવમાં પોતાનું ચરિત્ર લખતાં નિપુણ્યકની એવી દશા શ્રી સિદ્ધર્ષિ ગણિએ બતાવી છે. ધર્મના પ્રભાવથી સર્વ ભેગે મળે છે, આ ભવમાં રાજ્ય, સ્ત્રી, ધન, પુત્ર આદિ મળે છે, આવી અનેક વાતો ઉપાધ્યાયજીએ બતાવી છે અને પરભવમાં ઈંદ્રાદિ પદવીની પ્રાપ્તિ ધર્મના પ્રતાપે બતાવી છે તે તે શુભ કરણનું સામાન્ય ફળ છે. એ મળે એમાં નવાઈ નથી. ધર્મથી સિદ્ધિઓ મળે તે પણ બનવાજોગ છે, પણ એ આદશ નથી, એ આત્મધર્મ નથી. એ માત્ર માર્ગે આવવાને ઉપગી ગણી શકાય એવો વ્યવહાર ધર્મ છે.
આ વ્યવહારની વાત કરતાં એક વાત સંક્ષેપમાં કહી નાખીએ. માગે ચઢાવનાર એવો વ્યવહાર ધર્મ ઉપયોગી છે તે આપણે ઉપર જોયું છે, પણ એને અંગે એક ખાસ ચેતવણું શાસ્ત્રકારે આપી છે તે જોઈ લઈએ. તે આ છે – 'धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहन्ति यः । कथं शुभायतिभावी જ સ્થાનીકોપાત ' પ્રાણીને ઐશ્વર્ય, મોટાઈ, દ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org