________________
૫૮
શ્રી શાંતસુધારસ એવું કેટલુંય ચાલ્યું છે કે તે પર તે મેટા ઈતિહાસ લખાય. આ સર્વ ધર્મ નથી, જુદા જુદા આકારમાં દુકાનદારીઓ છે. આપણે એ બાજુએ નહિં ઉતરીએ. ધર્મની શુદ્ધ વિચારણામાં એને સ્થાન ન હોય. શ્રી આનંદઘનજી કહે છે કે ધર્મની શોધમાં એ “દોડતા દોડતા દેડીઓ.” એ દેવ્યો જ જાય છે, પણ ધર્મ એ તે પ્રેમ છે, ધર્મ એ આત્મધર્મ છે, ધર્મ એ અંદરથી જગાડવાને છે, પ્રકટ કરવાનો છે. એને સમજ અને એને મર્મ પામવો કાંઈક મુશ્કેલ છે; પણ યોગ્ય સદ્ગુરુને એગ થાય તો સમજતાં વાર લાગતી નથી.
આ સર્વ વિચારણામાં આત્મધર્મની જ વાત આવે છે. એમાં સાધનધર્મોની જરૂરીઆત એક જ શરતે સ્વીકાર્ય છે અને તે એ કે એને સાધનની કક્ષામાં રાખવા, અન્ય ઉપર ઠસાવવા કદી પ્રયત્ન ન કરે અને પ્રામાણિક મતભેદ શાંતિથી સમજતાં અને તેના રહસ્યને પાર પામતાં થવું. એવી જાતની વિશાળતા આવવી મુશ્કેલ છે અને તેથી ધર્મને “મર્મ” જાણવો આકરો છે એમ યોગીરાજ કહે છે તે છે. આ આત્મધર્મને સમજી પિતાને જે માગે એ પ્રાપ્ત થાય તે રસ્તે પ્રયાણ કરવું.
કોઈ પ્રાણીને તપમાં મજા આવે તો તે કરે, કોઈને સામાયિક કરવામાં મજા આવે છે તે કરે, કેઈને વિષય પર કાબૂ મેળવવામાં મજા આવે તો તે કરે. જે રીતે પિતાની પ્રગતિ થાય તે કરે અને જ્યાં જ્યાં ગુણ દેખે ત્યાં ત્યાં એ રાજી રાજી થઈ જાય. એને ક્રિયામાં જ્ઞાનપૂર્વક–સમજણપૂર્વક આનંદ આવે, પણ સાધનની અધિકારને અંગે મર્યાદા બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org