________________
ધર્મભાવના
પ૭
હવે મેક્ષ સન્મુખ થતો જાય છે. પછી એ સમજણપૂર્વક ઈચ્છા પર નિયંત્રણ (brake ) મૂકતો જાય છે, ત્યાગ કરતે જાય છે અને જ્ઞાનનું ફળ વિરતિને ઓળખી એને યથાશક્તિ આદરે છે. કેટલાક જી ખૂબ પ્રગતિ કરી સર્વસંન્યાસ ગ્રહણ કરે છે અને તેમ ન બને તે ઓછો–વધતે ત્યાગભાવ ધારણ કરે છે.
શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ પર રુચિ થતાં આ પ્રાણુને સમ્યગૂ જ્ઞાન થાય છે અને ત્યારપછી જે વિરતિ– ત્યાગ થાય છે તે તેને પ્રગતિમાં ખૂબ મદદ કરે છે. ત્યારપછી એને કમસર વિકાસ થતો જાય છે. ધર્મનો આ મહિમા છે, આ એનું ક્ષેત્ર છે અને આ એને વિષય છે. આત્મધર્મને ઓળખી તેના ઉપર લય લગાવવી અને પરભાવને છોડાવી મોક્ષને સાધ્ય તરીકે રાખી તેને અનુકૂળ જનાઓ કરવી, એનું ટૂંકું નામ ધર્મ છે.
આવી સાદી વાત હોવા છતાં મહાન યોગી આનંદઘનજી ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કહે છે કે “ધરમ ધરમ કરતો જગ સહુ ફીરે, ધરમ ન જાણે હે મર્મ ”—આ શી વાત ? આખી દુનિયા “ધરમ ધરમ” કરે છે અને ધર્મનો મર્મ જાણતી નથી એ કેવી વાત કહેવાય? વાત એમ બની છે કે ધર્મના ક્ષેત્રમાં ઘણું નકામા વેલાઓ ઊગી ગયા છે અને સ્વાથી લોકોએ ધર્મને નામે લોકોના ભેળપણને ખૂબ લાભ લીધા છે. ધર્મયુદ્ધને નામે ચૂરેપમાં લડાઈઓ ચાલી છે અને લેહીની નદીઓ વહી છે. હિંદમાં પણ ધર્મના ઓઠા નીચે અનેક તોફાને થયા છે. આજીવિકા ચલાવવા, ધન સંચય કરવા, માનમરતબ વધારવા અને ભેળપણનો લાભ લેવા એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org