________________
પ૬
શ્રી શાંતસુધારસ
એણે ઓળંગવા પડે અને એકેક પગથિયે સ્થિર થઈને આગળ ચાલવું ઘટે. ધર્મની આ મૂળ વ્યાખ્યા ધ્યાનમાં રહેવાથી એની વિશિષ્ટ ભાવના–વિચારણું થઈ શકવા સંભવ રહે છે.
આત્મધર્મને વિચાર કરતાં સાધનધર્મોનો વિચાર કરવો જ પડે, કારણ કે પ્રાણી કમસર વધે ત્યારે તેણે કમસર વિકાસ કરવો પડે અને તે માટે બાહ્ય વસ્તુઓની સહાય લેવી પડે. આને પરિણામે એને શુભ કર્મ પણ બંધાય છે. શરૂઆતમાં માપ્રાપ્તિ આ રીતે બહુધા શક્ય છે. એ બાહ્ય દશામાં જે સુકૃત્યોશુભ અનુષ્ઠાન થાય અને તેના પરિણામે જે શુભ કર્મબંધ થાય તેને પણ માર્ગપ્રાપ્તિની દષ્ટિએ-વ્યવહારુ નજરે ધર્મ ગણું શકાય. આ માર્ગ પ્રાપ્તિ અને કમિક વિકાસમાં આપણે દાન, શીલ, તપ અને ભાવને મૂકીએ. એનાં ભાવ તો બહુ આગળ વધેલાને પણ ખાસ ઈષ્ટ છે અને દાન એ તદ્દન પ્રાથમિક હેવા છતાં ત્યાગની શરૂઆત કરનાર હાઈ એ પણ ખાસ સ્થાનને યેગ્ય છે. શીલથી વિષ પર કાબૂ આવે છે અને તપથી આખા શરીર પર અને મન પર કાબૂ આવે છે. આ પ્રત્યેકમાં પ્રાણું પ્રવર્તતો હોય ત્યારે એને શુભ કર્મોને બંધ થાય છે અને તે તેની પ્રગતિ કરાવી શકે છે. અહીં જે બાહ્ય પ્રશંસા કે બીજી લકિક એષણું ન હોય તો પ્રાણી જરૂર આગળ વધતું જાય છે.
ત્યારપછી એનામાં માર્ગાનુસારીના ગુણે આવે છે. વ્યવહારમાં આપણે જેને “ગૃહસ્થ ” કહીએ તેનામાં જે સગુણ હોય તેની તે આસેવના કરે છે. એની સત્યપ્રિયતા, ન્યાયશીલતા આદર્શરૂપ થાય છે અને એને વ્યવહાર આદર્શમય થતો જાય છે. આ રીતે અત્યાર સુધી તેનો રસ્તો ઊલટે હતું તે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org