________________
ધર્મ ભાવના
વઘુવો છો વસ્તુને સ્વભાવ એ એનો ધર્મ છે. અગ્નિને સ્વભાવ બાળવાનો કે ગરમ કરવાનું છે, એ એને ધર્મ કહેવાય. પ્રત્યેક ચીજોનાં એક અથવા તેથી વધારે ધર્મો ( properties ) હોય છે અને તે તેને ધર્મ કહેવાય. આ દષ્ટિએ દરેક વસ્તુને ધર્મ વિચારવામાં આવે એટલે અંતે આત્માને ધર્મ વિચારવાને રહ્યો. એના જે અસલ ગુણે એની સાથે નિરંતર રહેવાના હોય તેમાં જ્યારે એ વ ત્યારે એ સ્વભાવમાં વર્યો કહેવાય. જ્યારે એ પિતાના ધર્મથી દૂર જાય ત્યારે એ વિભાવમાં– પરધર્મમાં ગયે કહેવાય અને પરધર્મ નિરંતર ભયાવહ છે. આત્મધર્મ શું છે? એની શોધ કરવી એ મુખ્ય બાબત આ લક્ષણમાં પ્રાપ્ત થાય છે. એના ઉપર જુગજૂના થર ચઢી ગયા છે તે દૂર કરી, એનું શુદ્ધ કાંચનત્વ પ્રકટ કરવું એ પ્રત્યેક આત્માનો પ્રયાસ હવે ઘટે; અને તે માટે એ જ્યારે જ્યારે પ્રયાસ કરે ત્યારે ત્યારે એ સ્વધર્મમાં વતે છે અને તેથી ઊલટું જ્યારે જ્યારે એ પિગલિક ભાવમાં રમણ કરે, જ્યારે એને ઇંદ્રિયના વિષયમાં રસ પડે, જ્યારે એ કષાયમાં આનંદ માને, જ્યારે એને સ્થળ સુખમાં ચેન જણાય, જ્યારે એને ધનના ઢગલા જોઈ શાંતિ લાગે ત્યારે એ વિભાવમાં પડ્યો છે એમ સમજવું. આમધર્મ એટલે સ્વધર્મ અને સ્વધર્મ એટલે ધર્મ. આ વ્યાખ્યા સર્વ સંગમાં બરાબર બંધબેસતી છે અને પૂર્ણરીત્યા સર્વ અંશે વિચારવા તેમ જ આદરવા ચોગ્ય છે.
આત્મધર્મને વિચાર કરતાં પ્રાણીને અધિકાર અને પ્રગતિમાં એનું સ્થાન જરૂર ખ્યાલમાં રાખવું ઘટે. સામાન્ય પ્રગતિવાળો એકદમ શુકલધ્યાન ધ્યાવા મંડી જાય તો તે તેની ઇષ્ટતા ગણાય. કમિક વિકાસમાં એનાં સર્વ પગથિયા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org